ગુજરાતમાં વધી ચિંતા! સડન ડેથમાં 14 ટકાનો વધારો, 1 વર્ષમાં 3253 લોકોના હાર્ટ એટેકથી મોત
Death due to heart attack: છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકને કારણે મૃત્યુના આંકડા સતત વધી રહ્યાં છે. અચાનક હાર્ટ એટેક આવે છે અને મોત થઈ જાય છે. ગુજરાતમાં સડન ડેથના કેસમાં મોટો વધારો થયો છે. રાજ્યમાં હાર્ટ એટેકના કેસથી મોતના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.
કોઈ જીમમાં કસરત કરતા કરતા ઢળી પડે છે, તો કોઈ રસ્તા પર ચાલતા ચાલતા અચાનક મોતને ભેટે છે…ગુજરાતમાં હાર્ટ એટેકથી થતા સડન ડેથના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. ત્યારે કેમ વધી રહ્યા છે ત્વરિત મોતના કિસ્સા?, કેવી રીતે તેનાથી બચી શકાય?
કોઈ ચાલતાં ચાલતાં…તો કોઈ રમતાં રમતાં…કોઈ જીમમાં, તો કોઈ પોતાના જ ઘરમાં…અને પછી..એકાએક મોત. ગુજરાતમાં સડન ડેથના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. હાર્ટ એટેક હવે માત્ર વૃદ્ધોની સમસ્યા રહી નથી…યુવાનો પણ તેની ઝપેટમાં આવી રહ્યા છે.

સડન ડેથની ઘટનાઓમાં વધારો
ગુજરાતમાં હાર્ટ એટેકથી થતા સડન ડેથમાં 14 ટકાનો વધારો નોંધાયો છે. છેલ્લા એક વર્ષમાં રાજ્યમાં 3253 લોકોએ હાર્ટ એટેકના કારણે જીવ ગુમાવ્યો છે. જેમાં 2910 પુરુષો અને 343 મહિલાઓનો સમાવેશ થાય છે…
ગુજરાતમાં વધી ચિંતા!
સડન ડેથમાં 14 ટકાનો વધારો નોંધાયો
1 વર્ષમાં 3253 લોકોએ હાર્ટ એટેકથી મોત
2910 પુરુષો અને 343 મહિલાઓના મોત
આ આંકડાઓ વધુ ચિંતાજનક એટલા માટે પણ છે…કારણ કે 2022માં 2853 અને 2023માં 3156 કેસ નોંધાયા બાદ હવે આ સંખ્યા સતત વધી રહી છે.
ક્યારે કેટલા મોત?
વર્ષ 2022માં 2853ના હાર્ટએટેકથી મોત
વર્ષ 2023માં 3156ના હાર્ટ એટેકથી મોત
યુવાનોને પણ જોખમ
સૌથી વધુ ચિંતા એ વાતની છે કે, હવે યુવા વર્ગ પણ જોખમમાં છે. નિષ્ણાતોના મતે…80 ટકા કેસોમાં કોરોનરી આર્ટરીમાં બ્લોકેજ અથવા હૃદયના ધબકારા અનિયમિત થવાને કારણે અચાનક મૃત્યુ થાય છે….ઘણા કિસ્સાઓમાં વ્યક્તિ થોડા સમય પહેલાં સુધી સંપૂર્ણ સ્વસ્થ દેખાતી હોય છે, અને પછી અચાનક ઢળી પડે છે….
જાણીતા કાર્ડિયોથોરાસિક અને વાસ્ક્યુલર સર્જન ડૉ. અનિલ જૈનનું કહેવું છે કે, હૃદય માટે સૌથી ખતરનાક વસ્તુ તંબાકુ છે. અને તેના પર સંપૂર્ણ પ્રતિબંધની જરૂર છે.
તો જાણીતા ડાયટિશિયન રિઝવાના મકરાણીએ કહ્યું કે, હળવો અને સંતુલિત આહાર હૃદયને સુરક્ષિત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ખાસ કરીને બહારનો તળેલો ખોરાક ટાળવો જોઈએ. વારંવાર ગરમ કરવામાં આવતા તેલમાં સેચ્યુરેટેડ ફેટ વધે છે, જે હૃદય માટે જોખમી સાબિત થાય છે.
શું છે નિષ્ણાંતોની સલાહ?
બહારનો તળેલો ખોરાક ટાળવો જોઈએ
વારંવાર ગરમ કરવાથી તેલમાં સેચ્યુરેટેડ ફેટ વધે છે
ગરમ તેલ જે હૃદય માટે જોખમી સાબિત થાય છે
નિષ્ણાતોના મતે આજની બદલાતી જીવનશૈલી પણ સડન ડેથનું મોટું કારણ છે. એક સમય હતો, જ્યારે લોકો રોજિંદા જીવનમાં પૂરતું ચાલતા હતા..શરીરને કસરત મળી જતી હતી…પરંતુ હવે, મોટર અને મશીન પરની નિર્ભરતાએ વ્યાયામને જીવનમાંથી દૂર કરી દીધો છે.

નિયમિત બોડી ચેકઅપ કરાવો
ડોક્ટરોની સલાહ છે કે, 20 વર્ષની ઉંમરથી નિયમિત બોડી ચેકઅપ કરાવવું જોઈએ. બ્લડ પ્રેશર 120/80 વચ્ચે રાખવું…કોલેસ્ટ્રોલ 100થી નીચે અને શુગર નિયંત્રણમાં રાખવી જરૂરી છે….ઇકો ટેસ્ટ, ટ્રેડમિલ ટેસ્ટ અને CT કોરોનરી કેલ્શિયમ ટેસ્ટ જેવા ચેકઅપ સમયસર કરાવવાથી જોખમ ટાળી શકાય છે.
ડૉક્ટરની આ સલાહ માનો
નિષ્ણાતોના મતે ઓવર લિમિટ કસરત પણ ન સારી….પણ અઠવાડિયામાં પાંચ દિવસ નિયમિત હળવી કસરત જરૂરી છે. ખોરાકમાં ફાઇબર, પ્રોટીન અને સલાડનું પ્રમાણ વધારવું જોઈએ…કારણ કે, સ્વસ્થ જીવનશૈલી જ હાર્ટ એટેક સામેનું સૌથી મોટું રક્ષણ છે.
શું કરવું જોઈએ?
અઠવાડિયામાં પાંચ દિવસ નિયમિત હળવી કસરત
ખોરાકમાં ફાઇબર, પ્રોટીન, સલાડનું પ્રમાણ વધારવું
હાર્ટ એટેક હવે માત્ર બીમારી નથી, પણ સમાજ માટે ચેતવણી બની ગયો છે. સમયસર ચેકઅપ, સંતુલિત આહાર, અને નિયમિત વ્યાયામ….કદાચ, એક જીવ બચાવી શકે છે.

