વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વીજશોક લાગતાં 32 વર્ષીય યુવાનનું મોત

ગ્રામ પંચાયત કચેરી પાસે વીજશોક લાગતાં અનિલભાઈ પરમારને ગંભીર ઈજાઓ પહોંચી હતી; સારવાર દરમિયાન કરુણ અંત

વાંકાનેર: વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે વીજશોક લાગવાથી એક યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. ગામની ગ્રામ પંચાયત કચેરી પાસે બનેલી આ ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું. બનાવને પગલે પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

મળતી માહિતી મુજબ, અગાભી પીપળીયા ગામે ગ્રામ પંચાયત કચેરી પાસે ગઈકાલે સવારના સમયે અનિલભાઈ ખેંગારભાઈ પરમાર (ઉંમર 32 વર્ષ)ને વીજશોક લાગ્યો હતો. વીજશોક લાગતાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી છે અને ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

#વાંકાનેર #અગાભીપીપળીયા #વીજશોક #યુવાનનુંમોત #MorbiNews #WankanerNews #KaptaanNews

આ સમાચાર શેર કરો

Follow Us on