Placeholder canvas

મોરબી અને વાંકાનેરમાં બાયોડિઝલના 3 પંપ પુરવઠા તંત્રએ સિઝ કર્યા

રાજ્યભરમાં મંજૂરી વગર ધમધમતા બાયોડિઝલના પંપ ઉપર ધોસ બોલાવવામાં આવી રહી છે. ત્યારે મોરબી અને વાંકાનેરમાં પણ પુરવઠા વિભાગ દ્વારા 3 પંપ ઉપર દરોડા પાડીને રૂ.19.65 લાખનો બાયોડીઝલનો જથ્થો સિઝ કર્યો છે.

મોરબી જિલ્લા પુરવઠા અધિકારી શ્વેતા પટેલ, નાયબ મામલતદાર પાલિયા સહિતની પુરવઠા ટિમ દ્વારા સ્થાનિક મામલતદારને સાથે રાખી આજે ગેરકાયદેસર રીતે ધમધમતા બાયોડીઝલના પંપ ઉપર રેઇડ પાડવામાં આવી હતી. જેમાં વાંકાનેરના ભલગામ નજીક આવેલ ગુજરાત બાયોડિઝલ પંપમાંથી રૂ.2.87 લાખ અને મોરબીના રંગપર ગામ નજીક આવેલ સુધા ઓર્ગેનિક ઓઈલમાંથી રૂ. 12.91 લાખ તેમજ વાંકાનેર પ્રાંત દ્વારા વાંકાનેર હાઇવે ઉપર આવેલ મહાવીર બાયોડિઝલ પંપમાંથી રૂ. 3.87 લાખ મળી કુલ રૂ. 19.65 લાખનો બાયોડિઝલનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો. આ સાથે ત્રણેય પંપને સિઝ કરી તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો