મોરબી જિલ્લામાં વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયો, 2 કોરોના દર્દીના મોત…
મોરબી જિલ્લામાં કોરોનાના કેસની વધતી સંખ્યાની વચ્ચે કોરોના દર્દીનો મૃત્યુઆંક પણ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. આજે જિલ્લામાં વધુ બે કોરોના દર્દીના મૃત્યુ થયા છે. આજે હળવદ અને ટંકારાના દર્દીનું રાજકોટ સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. જ્યારે મોરબી શહેરમાં વધુ એક અને વાંકાનેરમાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
મળેલ માહિતી મુજબ હળવદના ઉમિયા ટાઉનશીપમાં રહેતા 79 વર્ષના પુરુષ જેઓનો તારીખ 23 જુલાઈના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને ત્યારબાદ તેઓ રાજકોટ ખાતે સારવાર હેઠળ હતા અને તેમનું ગઈકાલે સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. હળવદ તાલુકામાં કોરોના દર્દીનું આ બીજું મોત છે.
જ્યારે ટંકારામાં ટંકારા તાલુકાના નસીતપર ગામના 42 વર્ષના કોરોનાથી સંક્રમિત થયેલા યુવાનનું રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મૃત્યુ થયું છે. જેઓને ત્રણ દિવસ પહેલા મોરબી સિવિલ હોસ્પિટલમાંથી વધુ સારવાર અર્થે રાજકોટ દાખલ કરવામાં આવ્યા હતા. ટંકારા તાલુકામાં કોરોના દર્દીનું આ પ્રથમ મૃત્યુ નીપજ્યું છે.
મોરબી જિલ્લામાં હળવદ અને ટંકારા તાલુકાના કોરોના દર્દીના મૃત્યુ સાથે મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાગ્રસ્ત દર્દીના મૃત્યુનો આંક 29 થઈ ગયો છે.
જ્યારે આજે મંગળવારે બપોરે મોરબી શહેરમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ જાહેર થયો હતો. જેમાં શનાળા રોડ પર છોટાલાલ પેટ્રોલપમ્પ પાસે હાઉસિંગ બોર્ડમાં રહેતી 18 વર્ષની યુવતીનો રાજકોટ સરકારી લેબમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો છે. આ ઉપરાંત વાંકાનેરમાં વિવેકાનંદ સોસાયટીમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધનો અને અમરનાથ સોસાયટીમાં રહેતા 80 વર્ષિય વૃધ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે.આ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 386 થઈ ગઈ છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/Jq8kxzgbA3lAYVUrRB9OJC
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…