Placeholder canvas

રાજકોટ: આજે નાના મવા અને રેલનગરમાં ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા

રાજકોટ શહેરમાં આજે જંગલેશ્વર સિવાયના અન્ય વિસ્તારમાં ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, આમ રાજકોટમાં પણ હવે નવા નવા વિસ્તારમાંથી કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે એ ચિંતાનો વિષય છે. રાજકોટ શહેરમાં આજે નોંધાયેલ ત્રણ કોરોના પોઝિટિવની વિગત નીચે મુજબ છે….

(૧) રાજેન્દ્રભાઈ પટેલ
ઉંમર: ૫૪ / પુરુષ
રહે. ૩૧૨ સિલ્વર પોઇન્ટ, શાસ્ત્રી નગર સામે, નાના મોવા રોડ.
હિસ્ટ્રી: આ દર્દી સુરેન્દ્રનગરની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે.

(૨) મીનાબેન અજીતસિંહ પરમાર
ઉંમર: ૫૧ / સ્ત્રી
રહે. નાથદ્વારા સોસાયટી, રેલનગર
હિસ્ટ્રી: બે દિવસ પહેલા અમદાવાદ થી આવેલ યામિનીબેન ચાવડા પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલ

(૩) અજીતસિંહ પ્રતાપસિંહ પરમાર
ઉંમર: ૫૬ / પુરુષ
રહે. નાથદ્વારા સોસાયટી, રેલનગર
હિસ્ટ્રી: બે દિવસ પહેલા અમદાવાદ થી આવેલ યામિનીબેન ચાવડા પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલ

શહેરમાં આજદિન સુધીમાં…
*કુલ પોઝિટિવ કેસ: ૯૯
*ડિસ્ચાર્જ: ૮૦
*હોસ્પિટલમાં દાખલ: ૧૫
*મૃત્યુ: ૦૪

આ સમાચારને શેર કરો