Placeholder canvas

વાંકાનેર: વરડુસરમાં જુગાર રમતા 3 ઝડપાયા ane 3 ફરાર

વાંકાનેરઃ વાંકાનેર તાલુકા પોલીસને મળેલી બાતમીના આધારે વરડુસર ગામમા રેડ કરીને જાહેરમાં જુગાર રમતાં 3 શખ્સોને રોકડ રકમ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અન્ય ત્રણ ફરાર થઈ ગયેલા આરોપીને શોધવાની તજવીજ હાથ ધરાઈ છે.

વાંકાનેર તાલુકા પોલીસે વરડુસર ગામે રેડ કરીને ગામના ચોરા પાસે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સોને કુલ રોકડ રકમ 10,900 સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય ચાર આરોપીઓ નાસી છૂટ્યા હતા.

ઝડપાયેલા આરોપીઓમાં રમેશભાઇ અમરશીભાઇ મકવાણા ઉ.વ.૪૮ હાલ રહે.વરડુસર તા.વાંકાનેર જિ.મોરબી, મૂળ ગામ શાહપુર તા.રાધનપુર જિ.પાટણ, રોહીતભાઇ નરશીભાઇ નંદાસીયા ઉ.વ.૨૮ રહે.વરડુસર તા.વાંકાનેર જિ.મોરબી, મૈયાભાઇ કુકાભાઇ સેવારીયા ઉ.વ.૨૭ રહે.વરડુસર તા.વાંકોનર જિ.મોરબીનો સમાવેશ થાય છે જ્યારે નાસી છૂટેલા, નવઘણભાઇ વજાભાઇ સટાણીયા, પોપટભાઇ સેલાભાઇ ડાભી,ભરવાડ અને લાખાભાઇ નાથાભાઇ ડાભી ભરવાડ રહે. ત્રણેય વરડુસર તા.વાંકાનેર જિ.મોરબીને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચારને શેર કરો