Placeholder canvas

વાંકાનેર: ઢુવામાં મોબાઈલની દુકાનમાં ચોરી કરનાર 3 પકડાયા

એલસીબીને મળી સફળતા : ત્રણેય આરોપીની સઘન પૂછપરછ, અન્ય સ્થળે ચોરી કરી હોવાની પણ શકયતા

વાંકાનેર : વાંકાનેરના ઢૂવા પાસે મોબાઇલની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ એલસીબીએ ઉકેલી કાઢ્યો છે. આ ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સાથે તેઓની પાસેથી રૂ. 4.63 લાખની કિંમતના 33 મોબાઈલ પણ રિકવર કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે વાંકાનેર તાલુકાના ઢૂવા નજીક આવેલ પટેલ પાન એન્ડ મોબાઈલ શોપમાંથી ગત તા.18 ડિસેમ્બરના રોજ થયેલ ચોરીના મોબાઈલ ત્રણ શખ્સો વેચવા આવ્યા છે જે હાલ ઢૂવા જીઆઇડીસી નજીક હોય એલસીબીની ટીમે અરવિંદ મનસુખભાઈ મગવાની રહે. નવાગામ તા. થાનગઢ, રમણિકભાઈ નરશીભાઈ ઉધરેજા રહે. ધારાડુંગળી તા. સાયલા અને મેહુલ ઉર્ફે મેઘો મનસુખભાઈ મગવાની રહે. નવાગામ તા. થાનગઢવાળાને રોકી થેલી તપાસતા તેમાંથી મોબાઈલ મળી આવ્યા હતા.

જેથી એલસીબીની ટીમે આ ત્રણેયની અટકાયત કરી પૂછપરછ કરતા તેઓએ મોબાઈલ ચોરી કર્યાની કબૂલાત આપી હતી. આ ત્રણેય શખ્સો પાસેથી એલસીબીની ટીમે રૂ. 4,63,944ની કિંમતના 33 મોબાઈલ ફોન કબ્જે કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો