Placeholder canvas

મોરબી જિલ્લામાં આજથી 284 આરોગ્યકર્મીઓ હડતાળ પર

મોરબી : કોરોના મહામારીથી સમગ્ર વિશ્વ ભયભીત હતું ત્યારે આરોગ્ય કર્મીઓ દિવસ રાત એક કરી દર્દીઓની સેવામાં લાગ્યું હતું. અને આ સેવા દરમિયાન અનેક આરોગ્ય કર્મીઓ કોરોના સંક્રમિત થયા તો કેટલાય આરોગ્ય કર્મી અને તબીબો મોતને ભેટયા હતા. આવા સમયે આરોગ્ય કર્મીઓ અલગ- અલગ સમયે આંદોલન કરી પોતાની માંગણી રજૂ કરી હતી. જે તે સમયે સરકાર દ્વારા માત્ર આશ્વાસન આપી હડતાળ અને આંદોલન પરત કરાવી લીધા હતા જોકે આજદિન સુધી તેઓની માગણી સ્વીકારી તે બાબતે અમલવારી કરવામાં આવી ન હતી.

પંચાયતી સેવા હેઠળના આરોગ્ય કર્મીઓએ પોતાની માંગણી મુદે 20-12-18 અને15-12-20 આવેદનપત્ર 01-01-2021ના રોજ આંદોલનની નોટિસ અગાઉ બે આંદોલનના સમાધાન બાદ પણ સરકાર દ્વારા માંગણીઓ પૂર્ણ ન કરતા મંગળવારથી ગુજરાતની સાથે મોરબી જિલ્લાના પંચાયત સેવા હેઠળના 284 આરોગ્ય કર્મીઓ જોડાયા હતા.

આજથી આ કર્મીઓ હડતાળ પર ઉતરી જતા ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વેક્સીનેશન કામગીરીને અસર પોહચે તેમ છે. ઉપરાંત 50-50 કર્મીઓ ગાંધીનગર ખાતે ચાલી રહેલા ઉપવાસ આંદોલનને ટેકો આપવા જશે અને ત્યા પ્રતીક ઉપવાસ અને ધરણામાં જોડાશે. જ્યારે રાજયભરના આરોગ્ય કર્મીઓએ કોરોના વેકસીનેશનની કામગીરીમાં પણ નહીં જોડાવવાની ચીમકી ઉચ્ચારી છે.

વાંકાનેરના 120 કર્મચારીઓ હડતાલ પર..

આજથી પંચાયત વિભાગ ના આરોગ્ય કમૅચારીઓની ગેડ પે ની માંગણી ન સંતોષાય હોય રાજ્ય આરોગ્ય મહાસંધના આદેશ થી વાંકાનેર તાલુકાના ૧૨૦ જેટલા કમૅચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે.જેના કારણે કોરોના સર્વે.સેમ્પલ લેવા ની કામગીરી ખોરંભે પડેલ છે.

આ સમાચારને શેર કરો