વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી થશે

વાંકાનેર : ભારતના 76માં પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિતે અમરસિંહજી હાઈસ્કૂલ, નેશનલ હાઇવે, તાલુકા પંચાયત કચેરીની બાજુમાં વાંકાનેર ખાતે તા. 26-1-2025ને રવિવારના રોજ સવારે 8:45 કલાકે જિલ્લા કક્ષાનો ધ્વજ વંદન કાર્યક્રમ યોજાશે.

આ કાર્યક્રમમાં મોરબીના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ કિરણ બી. ઝવેરી ઉપસ્થિત રહેશે.જેમાં સવારે 8:58 કલાકે કલેક્ટર ધ્વજવંદન સ્થળે પધારશે. સવારે 9 કલાકે કલેક્ટરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. 9:03 કલાકે હર્ષ ધ્વનિ, 9:12 કલાકે કલેક્ટર દ્વારા પરેડનું નિરીક્ષણ કરવામાં આવશે. 9:22 કલાકે કલેક્ટર પ્રાસંગિક ઉદબોધન કરશે. 9:52 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ, 10:02 કલાકે વ્યક્તિ વિશેષનું સન્માન, 10:04 કલાકે રાષ્ટ્રગાન અને 10:10 કલાકે વૃક્ષારોપણ કરવામાં આવશે.
જુવો પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું રિહર્સલ… જુવા નીચેની લીંક પર ક્લિક કરો
https://www.instagram.com/reel/DFNoARIyi-1/?igsh=MXJ2NmdxaWMzcGNjMQ==
