રાજકોટમાં 25 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 9600ને પાર…

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કોરોના કેસની સંખ્યાએ ફરી માથુ ઉચક્યું છે. રાજકોટમાં આજે બપોર સુધીમાં 25 કેસ નોંધાયા છે. કુલ કેસની સંખ્યા 9600ને પાર કરી 9629 પર પહોંચી છે. રાજકોટમાં 578 દર્દી સારવાર હેઠળ છે. ગઈકાલે રાજકોટમાં 55 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. રાજકોટના ગ્રામ્ય વિસ્તાર કેસ આપવાના બંધ કરવામાં આવ્યા છે.

રાજકોટ શહેરમાં દિવાળી દરમિયાન કેસની સંખ્યા પણ વધી રહી છે. દિવાળીના દિવસે જ બપોર સુધીમાં 26 અને 70 સહિત 96 નોંધાયા હતા. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમા જાણે કોરોનાએ દિવાળી વેકેશન રાખ્યું હોય તેવું માનીને જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીએ આંકડા જાહેર કરવાનું બંધ કરી દીધું છે. દિવાળી દરમિયાન ક્યા ગામોમાં કેટલા કેસ આવ્યા તે સહિતની વિગતો જાહેર કરાઈ નથી. વિગતો જાહેર ન કરાતા એ પણ પ્રશ્ન ઊભો થયો છે કે ગ્રામ્ય વિસ્તારોમાં ખરેખર રજાના દિવસોમાં આરોગ્ય સેવાઓમાં અસર થશે કે પછી રજાઓનો જ માહોલ રહેશે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •