મોરબી બસ સ્ટેન્ડ પર વિદ્યાર્થીઓનો ચક્કાજામ: એસટી બસોની અનિયમિતતાથી રોષે ભરાયેલા યુવાનોએ પોણા કલાક સુધી કર્યો વિરોધ
વેણાસર અને ખેવારીયા-બરવાળા રૂટ પર બસોના ધાંધિયા, ડેપો તંત્રના વાયદાઓથી કંટાળેલા વિદ્યાર્થીઓએ એન્ટ્રી-એક્ઝિટ ગેટ બ્લોક કર્યા; અધિકારીઓની બાંહેધરી બાદ મામલો થાળે પડ્યો મોરબી : મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાંથી અભ્યાસ અર્થે શહેરમાં આવતા વિદ્યાર્થીઓને એસટી બસોની અનિયમિત સેવાના કારણે લાંબા સમયથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વેણાસર અને ખેવારીયા-બરવાળા રૂટ પર બસો સમયસર ન આવતી હોવાના […]
