રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઈલ, પોલીસ તંત્ર દોડતું થયું

રાજકોટ, તા. 15 સપ્ટેમ્બર: રાજકોટની જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઈલ મળતા પોલીસ તંત્ર દોડતું થયું છે. આજે સવારે આશરે 10 વાગ્યે રાજકોટ બાર એસોસિએશનના ઈ-મેઈલ એડ્રેસ પર ધમકીભર્યો ઈ-મેઈલ આવ્યો હતો. કોર્ટ ઉપરાંત સૌરાષ્ટ્ર અને ગાંધીનગરના કેટલાક મહત્વના સ્થળોને નિશાન બનાવવાની પણ ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, રાજકોટ […]

કચ્છના માંડવીમાં આભ ફાટ્યું, બે કલાકમાં 5 ઈંચથી વધુ વરસાદ

કચ્છ: ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ખાસ કરીને કચ્છ જિલ્લામાં આજે (15 સપ્ટેમ્બર) સવારથી જ ભારે વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે. માંડવી તાલુકામાં સવારે 8થી 10 વાગ્યા દરમિયાન માત્ર બે કલાકમાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબકતા સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર દ્વારા જાહેર […]

સિંધાવદરના કાસમપરા પાસે કેનાલ પરનું જર્જરિત નાળું ભયજનક સ્થિતિમાં

૫૦થી વધુ પરિવારો માટે એકમાત્ર માર્ગ, ભારે વાહનોની અવરજવરથી જોખમ વધ્યું; તાત્કાલિક સમારકામની ગ્રામજનોની માંગ વાંકાનેર: વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ-૧ ડેમમાંથી નીકળતી સિંચાઈની કેનાલ પર સિંધાવદર નજીક આવેલા કાસમપરા ગામના મુખ્ય માર્ગ પરનું નાળું છેલ્લા કેટલાક સમયથી અત્યંત જર્જરિત હાલતમાં પહોંચી ગયું છે. નાળું ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેવી ભયજનક સ્થિતિમાં હોવાના કારણે […]

🚨 બ્રેકિંગ ન્યૂઝ: ટંકારાની ડેમી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો

ટંકારા: ટંકારા શહેરમાંથી પસાર થતી ડેમી નદીમાંથી આજે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી છે. પ્રાપ્ત માહિતી મુજબ સ્થાનિક રહીશોને ડેમી નદીના પાણીમાં એક પુરુષનો મૃતદેહ ડૂબેલી તેમજ તરતી હાલતમાં નજરે પડ્યો હતો. બનાવની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. મૃતદેહની ઓળખ અંગે હાલ કોઈ માહિતી સામે આવી નથી. […]

વાંકાનેરમાં ધમલપર ચોકડી પાસે લોખંડનો ટાકો માથે પડતા યુવકનું મૃત્યુ

વાંકાનેર: વાંકાનેર શહેરની ધમલપર ચોકડી પાસે આવેલા ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં અકસ્માતની ગંભીર ઘટના બની હતી. હાઇડ્રો મશીનથી લોખંડનો ટાકો વાહનમાં ચડાવવામાં આવી રહ્યો હતો ત્યારે અચાનક લોખંડનો ટાકો માથે પડતા 33 વર્ષીય યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલમાં હસનપર ખાતે […]

વાંકાનેરના રાતીદેવડી ગામે બાકી પૈસા મુદ્દે મારામારી, બેને ઈજા

વાંકાનેર: વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે બાકી પૈસાની ઉઘરાણી મુદ્દે મારામારીની ઘટના સામે આવી છે. આ મામલે વાંકાનેર સીટી પોલીસ મથકમાં વળતી ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ રાતીદેવડી ગામે રહેતા પ્રકાશભાઈ ઉર્ફે પિન્ટુ લાલજીભાઈ વોરાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, બાવજીભાઈ કાળુભાઈ વોરા, અમૃતભાઈ મેઘજીભાઈ વોરા, ઉપેન્દ્રભાઈ રવજીભાઈ વોરા અને વિજય […]

વાંકાનેર: ચંદ્રપુરના સામાજિક તથા રાજકીય અગ્રણી યાકુબભાઈ સંજરનો આજે જન્મદિવસ…

🎂 જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ 🎉 વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના જાણીતા સામાજિક તથા રાજકીય અગ્રણી યાકુબભાઈ શેરસીયા ઉર્ફે સંજરભાઈ આજે પોતાના જીવનના ૪૭ વર્ષ પૂર્ણ કરી ૪૮માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. જન્મદિવસના આ શુભ અવસરે તેમના બહોળા મિત્રવર્તુળ, સ્નેહીજનો, શુભેચ્છકો તથા રાજકીય આગેવાનો દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. વ્યવસાયિક ક્ષેત્રે સંજરભાઈ છેલ્લા ૨૬ […]

પાણી નહીં બચાવીએ તો આવતીકાલ કોણ બચાવશે?

પાણી નહીં બચાવીએ તો આવતીકાલ કોણ બચાવશે? પાણી માત્ર તરસ છીપાવતું નથી, પાણી એટલે જીવન પાણી… શબ્દ નાનો છે, પરંતુ તેની કિંમત આખા જીવન જેટલી છે. માણસ પૈસા વગર થોડો સમય જીવી શકે, પરંતુ પાણી વગર જીવનની કલ્પના જ થઈ શકે નહીં. કુદરતે આપણને આપેલી સૌથી અમૂલ્ય ભેટોમાં પાણીનું સ્થાન સૌથી ઉપર છે. આજે આપણે […]

કપ્તાન ડાયરી: તા.15મી સપ્ટેમ્બર-2026

આજનો દિવસ ભારતના મહાન એન્જિનિયર સર એમ. વિશ્વેશ્વરૈયાની યાદમાં એન્જિનિયર્સ ડે તરીકે ઉજવાય છે. વિકાસની મજબૂત પાયારચનામાં એન્જિનિયરોની ભૂમિકા મહત્વપૂર્ણ છે. બીજી તરફ ગુજરાતમાં વરસાદનું જોર યથાવત્ રહેતાં રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘમહેર થઈ છે. આજના દિવસનું મહત્વ 🔧 એન્જિનિયર્સ ડે 15 સપ્ટેમ્બરના રોજ ભારતના મહાન એન્જિનિયર સર મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયાની જન્મજયંતિ નિમિત્તે ભારતમાં એન્જિનિયર્સ ડે ઉજવવામાં […]