મોરબી યાર્ડમાં 30 વર્ષના શાસનનો અંત : હવે ખેડૂતોનું શાસન ચાલશે – મનોજ પનારા

ખેડૂત પરિવર્તન પેનલની શાનદાર જીત બાદ ભવ્ય વિજય સરઘસ નીકળ્યું : રાત્રે જેતપર ખાતે ખેડૂતો-આંદોલનકારીઓનો અભિવાદન સમારોહ મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ખેડૂત પરિવર્તન પેનલે શાનદાર વિજય મેળવી યાર્ડમાં સત્તા પર કબજો જમાવ્યો છે. ખેડૂત વિભાગની 10 બેઠકોમાંથી 7 અને વેપારી વિભાગની 4 બેઠકોમાંથી 2 બેઠકો જીતીને ખેડૂત પરિવર્તન પેનલના […]

મોરબી માર્કેટ યાર્ડમાં ભાજપને મોટો ઝટકો : ખેડૂત વિભાગની 10માંથી 7 બેઠકો કોંગ્રેસના ટેકાવાળી ખેડૂત પરિવર્તન પેનલના ફાળે

સહકાર પેનલને માત્ર 3 બેઠકથી સંતોષ : 1507માંથી 1148 ખેડૂતોએ મતદાન કર્યું, અનેક બેઠકો પર પાતળી માર્જિનથી હાર-જીત મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડના ખેડૂત વિભાગની 10 બેઠકોના જાહેર થયેલા પરિણામમાં ભાજપ તરફથી રહેલી સહકાર પેનલને મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસના ટેકાથી ચૂંટણી મેદાનમાં ઉતરેલી ખેડૂત પરિવર્તન પેનલે 10માંથી 7 બેઠકો પર વિજય મેળવી યાર્ડના ખેડૂત […]

વાંકાનેરના વસુંધરા ગામે જૂની અદાવતમાં લોહિયાળ અથડામણ : યુવાનની હત્યાથી ચકચાર

બે જૂથો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું : બંને પક્ષના 4થી 5 ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા, ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વાંકાનેર : વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે જૂની અદાવતની દાઝમાં બે જૂથો વચ્ચે થયેલી સશસ્ત્ર અથડામણમાં એક યુવાનની હત્યા થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જૂની અદાવતને લઈને શરૂ થયેલી બોલાચાલી જોતજોતામાં ઉગ્ર બની હતી અને બંને […]

વાંકાનેરના કલાવડી ગામના પાટીયા પાસે બે બાઇક વચ્ચે અકસ્માત : યુવકનું મોત

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો : મૃતકની માતાની ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી વાંકાનેર : વાંકાનેર-કુવાડવા રોડ પર કલાવડી ગામના પાટીયા પાસે બે બાઇક સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં થાનગઢના યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન […]

લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં થઈ મેઘમહેર, ભાવનગર-જામનગર-રાજકોટ જિલ્લામાં વરસાદ

લાંબા વિરામ બાદ ગુજરાતમાં ફરી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ભાવનગર, જૂનાગઢ, રાજકોટ અને જામનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં અને ધીમીધારે વરસાદ વરસ્યો છે. એક મહિના બાદ વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. પાક માટે વરસાદ ફાયદાકારક સાબિત થાય તેવી આશા સાથે ખેડૂતો હવે સારા વરસાદની રાહ […]

“ખેતીની જમીન હવે 10 ગુંઠામાં વહેંચી શકાશે: ખેડૂત માટે ફાયદો કે નવી મુશ્કેલી?”

ખેડૂતના ઘરમાં ત્રણ ભાઈ હોય અને પિતાની જમીન માત્ર 30 ગુંઠા હોય… અત્યાર સુધી જમીનના હિસ્સા પાડવાનો સવાલ આવે ત્યારે કાયદો, સર્વે નંબર અને જમીનના ન્યૂનતમ કદ જેવી બાબતો વચ્ચે પરિવાર અટવાઈ જતો હતો. હવે ગુજરાતમાં ખેતીની જમીનના વિભાજન અંગેનો નિયમ બદલાયો છે અને સમગ્ર રાજ્યમાં ન્યૂનતમ 10 ગુંઠાનો એકસમાન ધોરણ લાવવામાં આવ્યો છે. જમીનનો […]

કપ્તાનની ડાયરી: તા.10/09/2026

સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની ઘટ વચ્ચે ફરી મેઘમહેર થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી સાથે ખેડૂતો માટે ટેકાના ભાવ અને નોંધણીના સમાચાર પણ રાહતરૂપ છે. બીજી તરફ રાજકોટ અને મોરબીમાંથી ચૂંટણી તથા છેતરપિંડીના મહત્વના સમાચાર સામે આવ્યા છે. આજના દિવસનું મહત્વ 🌧️ સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદથી ખેડૂતોમાં ખુશી લાંબા વિરામ બાદ […]