વાંકાનેર: ઢુવા નજીક બાળકનું અને જીનપરાના આધેડનું મૃત્યુ.
વાંકાનેર તાલુકાના ઢુવા ખાતે ભવાની કાંટા નજીક માટેલ રોડ ઉપર આવેલ સતાધાર ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની મુકેશભાઈ કનસિંગ માવીનો ચાર વર્ષનો પુત્ર યોગેશ રમતા રમતા પાવડરના ઢગલામાંથી કુંડીમાં પડી જતા શ્વાસ રૂંધાઇ જતા મૃત્યુ નીપજ્યું હતું.
જ્યારે બીજા બનાવમાં વાંકાનેરના જિનપરા વિસ્તારમાં રહેતા વિનોદભાઈ ધનજીભાઈ ધામેચા ઉ.54 વાળાને બીપી, ડાયાબીટીસની બીમારી હોય તેમના ઘેર ઉલટી, ઉધરસ બાદ શ્વાસ ચડી જતા બેભાન થઈ ગયા બાદ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

