Placeholder canvas

મોરબી જીલ્લામાં આજે કોરોનાના ૧૯ કેસો નોંધાયા, બે દર્દીના મૃત્યુ

5 દર્દીઓ સાજા થતા તેઓને રજા અપાઈ : જિલ્લાના કુલ કોરોના કેસનો આંક 437 થયો.

મોરબી જીલ્લામાં કોરોના કહેર સતત વધી રહ્યો છે જેમાં ગુરુવારે કોરોનાના વધુ ૧૯ કેસો નોંધાયા છે તો પાંચ દર્દીઓ સ્વસ્થ થયા છે જયારે બે દર્દીના મૃત્યુ થયા છે

મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં મોરબીના વજેપરના રહેવાસી ૬૫ વર્ષના મહિલા, રવાપર રોડ શિવમ પેલેસના ૫૪ વર્ષીય મહિલા, સ્વામીનારાયણ મંદિર સામે વિવેકાનંદ સોસાયટીના ૨૮ વર્ષના મહિલા, મોરબીના સામાકાંઠે ત્રાજપરના ૫૪ વર્ષના મહિલા, ૩૧ વર્ષના પુરુષ, નાની વાવડી ગામે ૬૩ વર્ષના પુરુષ, વજેપરમાં ૫૨ વર્ષીય મહિલા, વાવડી રોડ મિલન પાર્કના ૩૯ વર્ષીય પુરુષ, જેઈલ રોડ પર ૭૦ વર્ષીય પુરુષ, નાની બજાર મુલ્લા શેરીના ૬૭ વર્ષના પુરુષ, જેતપર રામજી મંદિરના ૩૮ વર્ષના પુરુષ, ટંકારાના નેસડા ગામના ૪૮ વર્ષના પુરુષ, મોરબીના ઋષભનાગરના ૫૫ વર્ષના પુરુષ, ૫૨ વર્ષની મહિલા, વાંકાનેરની વિવેકાનંદ સોસાયટીના ૪૨ વર્ષના પુરુષ, ૩૪ વર્ષના પુરુષ, મોરબીના નવલખી રોડ પરના હર્ષવાટિકાના ૩૩ વર્ષના પુરુષ અને ઋષભનગરના ૨૬ વર્ષની મહિલા એમ ૧૯ કેસો પોઝીટીવ આવ્યા છે.

ગુરુવારે વધુ પાંચ દર્દીઓ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે તો બે દર્દીના મૃત્યુ થયા છે જેમાં વાંકાનેરના પ્રતાપ રોડના ૬૧ વર્ષના પુરુષનો રીપોર્ટ તા. ૦૧ ના રોજ પોઝીટીવ આવ્યો હતો જયારે મોરબીના સત્યમપાન વાળી શેરીના ૭૨ વર્ષના પુરુષનો રીપોર્ટ તા. ૦૪ ના રોજ પોઝીટીવ આવ્યો હતો જે બંને દર્દીના મૃત્યુ થયા છે નવા ૧૯ કેસો સાથે કુલ કેસનો આંક ૪૩૭ થયો છે જેમાં એક્ટીવ કેસ ૧૫૫, ૨૪૮ દર્દીઓ સ્વસ્થ થયા છે જયારે કુલ ૩૪ દર્દીના મૃત્યુ થયા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LJMz7tJT4WfAu6pgUBfkz5

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો