બ્લેક ફ્રાઈ-ડે: રાજકોટમાં એક જ રાતમાં 17 વ્યક્તિના મૃત્યુ, જાણો કોના ક્યાં કારણથી મોત થયું…

રાજકોટ માટે ગઈ કાલે જાણે બ્લેક ફ્રાઈડે સાબિત થયો હોય તેમ એક જ રાતમાં બે મહિલાઓ સહિત 17 વ્યક્તિના જુદા જુદા કારણોસર મૃત્યુ થયા છે. તમામ મૃતદેહનું રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પીએમ કરવામાં આવતા આખી રાત માટે હોસ્પિટલનો પીએમ રૂમ ધમધમતો રહ્યો હતો તો બીજી બાજુ મૃતકોના પરિવારમાં શોકની કાલિમા છવાઈ હતી. મૃત્યુના કારણોમાં અકસ્માત, બીમારી, હાર્ટ અટેક, આપઘાત સહિતના બનાવોનો સમાવેશ થાય છે.

પોલીસ પણ પંચરોજ કામ માટે સિવિલ હોસ્પિટલએ દોડતી રહી હતી. એક જ રાતમાં 17 વ્યક્તિના મૃત્યુથી રાજકોટમાં યમરાજાએ રાતથી મુકામ કર્યો હોય તેમ લાગી રહ્યું છે.

મૃતકોના નામ અને કારણ

  1. લોકમાન્ય તિલક ટાઉનશીપમાં હરદેવભાઈ સુરેશભાઈ પરમાર (ઉં.વ.33)એ સાતમા માળેથી પડતું મુકી જીવન ટુંકાવ્યું
  2. મોરબીના જયંતિભાઈ છગનભાઈ ટાંક (ઉ.વ.65)નું કાગદડી પાસે વાહન સ્લીપ થતાં મૃત્યુ
  3. ઘંટેશ્વર સનરાઇઝ પ્રાઈમના ભુમિકાબેન મેહુલભાઈ ઠાકર (ઉ.વ.39)નું બ્રેન કેન્સરને કારણે મૃત્યુ
  4. રૈયાધાર સ્લમ ક્વાર્ટરના વીણાબેન શૈલેષભાઈ ભટ્ટ (ઉ.વ.49)નું કેન્સરથી મૃત્યુ
  5. પારેવડી ચોક સદગુરૂધામ એપાર્ટમેન્ટમાં રહેતાં નિતીનભાઈ લક્ષ્‍મીદાસ કેસરીયા (ઉ.વ.58)નું હાર્ટ એટેકથી મૃત્યુ
  6. કોઠારીયા રાધેશ્યામ સોસાયટીના મણીબેન કુરજીભાઇ સખીયા (ઉ.વ.80)એ સળગી જતા સારવારમાં મૃત્યુ
  7. મોચીબજાર શ્રધ્ધાનંદ હરિજનવાસના કમલેશભાઇ વિનુભાઈ સોલંકી (ઉ.વ.47)નું હાર્ટ અટેકથી મોત
  8. જામનગર રોડ સ્લમ ક્વાર્ટરના ધનજીભાઈ ગોવિંદભાઈ વાઘેલા (ઉ.વ.55)નું ચા પીતી વખતે ઢળી પડતાં મૃત્યુ
  9. કોઠારીયા રોડ ઘનશ્યામનગરના ઠાકરશીભાઈ ગોબરભાઈ ખસીયા (ઉ.વ.57)નું હાર્ટ એટેકથી મૃત્યુ
  10. કાલાવડ રોડ લક્ષ્‍મીના ઢોળે રહેતાં મંજુબેન રમેશમાઈ પરમાર (ઉં.વ.53)નું હાર્ટએટેકથી મોત
  11. બાડમેર રાજસ્થાનના રૂખારામ ભીખારામ બેનીવાલ (ઉ.વ.45)નું શાપર પાસે અકસ્માતમાં મૃત્યુ
  12. 150 ફૂટ રીંગ રોડ લક્ષ્‍મીછાંયા સોસાયટીના સુરેશભાઈ મગનભાઈ વાળા (ઉ.વ.54)નું બેભાન હાલતમાં મૃત્યુ
  13. જય ખોડીયાર સોસાયટીના શોભનાબેન કિશોરભાઈ પરમાર (ઉ.વ.58)નું વાહનની ઠોકરે અકસ્માતમાં મૃત્યુ
  14. પારેવડી ચોક પાસે રહેતાં નઈમ હુશેનભાઈ (ઉ.વ.24)નો ગળાફાંસો ખાઇ આપઘાત
  15. કોઠારીયા રોડ તિરૂપતી સોસાયટીના દયાબેન આશિષભાઈ સોલંકી (ઉ.વ.36)નું પ્રસુતિ દરમિયાન મોત
  16. બેડી ચોકડી મેલડી માતાના મંદિર પાસે લીમડાના ઝાડમાં લટકી અજાણ્યા પુરૂષે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો
  17. લીંબડી પાસે રિક્ષા પલ્ટી ખાઈ જતાં ઘવાયેલા વઢવાણના હસીનાબેન યુસુફભાઈ પરમાર (ઉ.વ.42)નું મૃત્યુ
આ સમાચારને શેર કરો