આઝાદી દિવસ: આજે કપ્તાનનો 27મો જન્મદિવસ…

સ્વતંત્ર દિવસ અને કપ્તાનના જન્મદિવસની નિમીતે રાત્રે 8:35 વાગ્યે દેશભક્તિ અને સદાબહાર ગીતોનો કાર્યક્રમ…

આજે 15મી ઓગસ્ટ એટલે ભારતનો 74મો સ્વતંત્ર દિવસ અને એમની સાથે કપ્તાન 27મો જન્મદિવસ છે. આજે કપ્તાનના ૨૬ વર્ષ પુરા થયા…

બરાબર આ જ દિવસે અને આવાજ વાતાવરણમાં 15 મી ઓગસ્ટ ૧૯૯૪ના રોજ કપ્તાનનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો. આજે કપ્તાનના 26 વર્ષ પુરા થયા છે અને 27 વર્ષમાં પ્રવેશ કરેલ છે. આ ૨૬ વર્ષનો ગાળો કેમ પસાર થઈ ગયો તેમનો કોઇ ખ્યાલ જ ન રહ્યો….

કપ્તાને હંમેશા ચીલાચાલુ નહીં પણ કંઈક વિશેષ આપવાની કોશિશ કરી છે અને આજે ૨૬ વર્ષે અમને એવું લાગે છે કે અમે તેમાં મહદ અંશે સફળ થયા છીએ, વીકલી ન્યૂઝ પેપર થી શરૂ થઇને આજે વીકલી ન્યુઝ પેપર, યુ ટ્યુબ ચેનલ અને સોશિયલ મીડિયામાં કપ્તાન સમય સાથે કદમ મિલાવીને કામ કર્યું છે. આજે વાંકાનેર જનતા માટે અને જે લોકોના વાંકાનેર સાથે વ્યવસાયિક સંબંધો છે તેવા લોકો માટે વધુ એક ડિજિટલ સેવા આજથી શરૂ કરનાર છે. તેમાં વાંકાનેરના તમામ ધંધા-ઉદ્યોગ અને મહત્વની ઝીણામાં ઝીણી માહિતી આપવામાં આવશે. એ માહિતી લોકો કપ્તાન દ્વારા પછી વેબસાઈટ https://karobars.com પરથી નિશુલ્ક મેળવી શકશે. આ વેબસાઇટની ટૂંક સમયમાં એક મોબાઇલ એપ્સ પણ બનાવવામાં આવશે. આ વેબસાઈટ આજે રાત્રે જાહેર જનતા માટે ખુલ્લી મુકવામાં આવશે…

કપ્તાનના 26 વર્ષમાં અમને સહયોગ આપનાર તમામ શુભેચ્છકો તેમજ વિજ્ઞાનપન દાતાઓ અને વાચકમિત્રોનો આજના શુભ અવસરે કપ્તાનના તંત્રી અને માલિક તરીકે હું આ આયુબ માથકીઆ દિલથી આભાર માનું છું. તેમજ ભવિષ્યમાં પણ આપનો આવો સુંદર સહકાર મળતો રહેશે એવી અપેક્ષા રાખું છું. આ ઉપરાંત આ મુબારક ઘડીએ જગતના પાલનહાર પાક પરવરદિગાર પાસે, ઈશ્વર પાસે કપ્તાનને વધુ મજબૂત બનાવી લોકોને ઘર બેઠા વધુ સારી અને સાચી માહિતી પહોંચાડી શકે અને લોકહિતની લડાઈ કરી શક્યા તે માટે શક્તિ માંગીએ છેએ.

સ્વતંત્ર દિવસની તમામ ભારતવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

આઝાદી અમર રહો..

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/CdXmaIjnw6R5ScY4jUMqmo

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો