ગુજરાત આરોગ્ય વિભાગમાં 14ની બદલી અને 13ને બઢતી: મોરબીમાં CDHO તરીકે ડૉ. પી.કે.શ્રીવાસ્તવ મુકાયા.

આરોગ્ય વિભાગે રાજયના 14 અધિકારીઓને બદલીના આદેશ આપ્યા છે. જ્યારે 13 અધિકારીઓેને બઢતી આપવામાં આવી છે. આરોગ્ય વિભાગમાં પબ્લિક હેલ્થ ઓફિસર વર્ગ 1 તરકે ફરજ બજાવતા 13 અધિકારીઓને મદદનીશ નિયામક અને સમકક્ષ વર્ગ-1 તરીકે બઢતી આપવામાં આવી છે. જ્યારે પબ્લિક હેલ્થ ઓફિસર વર્ગ 1 તરીકે ફરજ બજાવતા 14 અધિકારીઓને બદલીના આદેશ અપાયા છે.

મોરબી જિલ્લામાં રહેલા (ઇન્ચાર્જ સીડીએચઓ) એડીએચઓ ડૉ. ડી.બી.મહેતાને પ્રમોશન સાથે પોરબંદર આરસીએચઓ તરીકે મૂકવામાં આવ્યા છે.જ્યારે મોરબી જિલ્લામાં રેગ્યુલર સીડીએચઓ તરીકે સુરેન્દ્રનગરમાં ફરજ બજાવતા ડૉ.ડી.કે.શ્રીવાસ્તવને મૂકવામાં આવ્યા છે.

આ સમાચારને શેર કરો