Placeholder canvas

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાથી વધુ 14 લોકોના મોત,નવા 1512 કેસ નોંધાયા

રાજ્યમાં આજે કોવિડ-19ના નવા 1512 કેસ નોંધાયા હતા.  રાજ્યમાં આજે વધુ 14 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4018 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,803 એક્ટિવ કેસ છે, જ્યારે 1,93,938 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 93 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,720 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,12,769 પર પહોંચી છે.

ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 18,  સુરત કોર્પોરેશમાં 2, ગાંધીનગરમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, સાબરકાંઠામાં 1, સુરતમાં 1 મળી કુલ 14 લોકોને કોરોના ભરખી ગયો હતો.

ક્યાં કેટલા નોંધાયા કેસ

અમદાવાદ કોર્પોરેશનમાં 302,  સુરત કોર્પોરેશનમાં 204,  વડોદરા કોર્પોરેશનમાં 135, રાજકોટ કોર્પોરેશનમાં 108, મહેસાણામાં 74,  સુરતમાં 48, રાજકોટમાં 45, બનાસકાંઠામાં 44, ખેડામાં 42, વડોદરામાં 41, ગાંધીનગરમાં 38, દાહોદમાં 35, જામનગર કોર્પોરેશનમાં 33, કચ્છ અને પાટણમાં 28-29, મોરબીમાં 27, ભરૂચમાં 26 કેસ નોંધાયા હતા.

આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 1570 દર્દી સાજા થયા હતા અને 69,186 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે  રાજ્યમાં અત્યાર સુધીમાં 79,63,653  ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.15 ટકા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,29,704 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,29,531 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 173 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

આ સમાચારને શેર કરો