Placeholder canvas

ધો.12ની વિધાર્થીના કપડા ઉતારી અડપલાં કરનાર પીજીવીસીએલનો કર્મચારી ઝડપાયો…

રાજકોટ: યુનિવર્સિટી રોડ પર એક એપાર્ટમેન્ટના ફ્લેટમાં ઊંઘી રહેલી સગીરાના રુમમાં તેણીની સહેલીનો મંગેતર આવ્યા બાદ સગીરાના કપડાં ઉતારી અડપલાં કર્યા હતા.આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.આ બનાવમાં તેમની ધરપકડ કરી તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ બનાવ અંગે પીડિત સગીરાએ રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં સહેલીના મંગેતર પ્રધ્યુમનસિહ અભેસિહ ચાવડા (રહે.સાંઢણીધાર કોડીનાર, ગીરસોમનાથ)નું નામ આપતા તેમની સામે આઇ.પી.સી. કલમ 354(અ),504,452 અને પોકસો હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

ફરિયાદમાં સગીરાએ જણાવ્યું હતું કે,પોતે મૂળ જેતપુર પંથકની છે તે હાલ યુનિવર્સિટી રોડ પર તેમના સંબંધીને ત્યાં રહી ધો.12 માં અભ્યાસ કરે છે. સગીરા જ્યાં રહે છે તેની બાજુમાં એક ફ્લેટ આવેલો છે.ત્યાં રહેતી યુવતી સગીરાની સહેલી છે. આ યુવતીને ત્યાં તેમનો મંગેતર પ્રધ્યુમનસિહ અવર જવર કરતો હોય જેથી તેમને તે ઓળખે છે.

કેટલીક વાર આ યુવતીના ઘરે સગીરા આવ-જા કરતી હોય જેથી તેઓ એકબીજાના પરિચયમાં આવ્યા હતા. ત્યારે ગઈ કાલે રાત્રીના બે વાગ્યાના સુમારે પોતે ફ્લેટમાં એકલી ઘરમાં સુઈ રહેલી હતી. ત્યારે સગીરાને કોલ કરી આરોપીએ મળવા આવતો હોવાનું જણાવ્યું હતું ત્યારે સગીરાએ ના પાડી છતાં તેમના ઘરે સહેલીનો મંગેતર આવી પહોંચ્યો હતો. તેમજ આરોપીએ ફ્લેટના રૂમમાં પ્રવેશ કરી રૂમ બંધ કરી આરોપીએ સગીરાના કપડા ઉતારી તેની સાથે છેડછાડ કરી હતી.

ત્યારે તેમણે બુમાબૂમ કરવાનું કહેતા આરોપી ત્યાંથી ભાગી ગયો હતો.જેથી ગભરાઈ ગયેલી સગીરાએ તેમની પાડોશીમાં જ રહેતી સહેલી અને સબંધીતોને વાત કરતા આ હકીકતને આધારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

બનાવ અંગની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઈ એસ.બી.જાડેજાએ આરોપીને પકડી પૂછપરછ કરતા આરોપી પીજીવીસીએલમાં નોકરી કરતો હોવાનું માલુમ પડ્યું હતું.

આ સમાચારને શેર કરો