Placeholder canvas

12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર: રાજકોટ જિલ્લાનું સૌથી વધુ 85.78% પરિણામ…

આ વર્ષે વિદ્યાર્થીઓનું પરિણામ 72 ટકા આવ્યુ હતુ જ્યારે વિદ્યાર્થીનીઓનું પરિણામ 72.05 ટકા છે.

આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થઇ ગયુ છે. પાછલાં બે વર્ષથી કોરોનાના કારણે વિદ્યાર્થીઓની પરીક્ષા પર અસર પડતી હતી પરંતુ આ વર્ષે પરીક્ષા રાબેતા મુજબ લેવામાં આવી હતી. આ પરીક્ષામાં રાજ્યભરના 1.08 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી. શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે 72.2 ટકા પરિણામ આવ્યું છે. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ સવારે 10 કલાકે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કર્યુ છે.

ધોરણ 12 સાયન્સમાં A1 ગ્રેડમાં 196 વિદ્યાર્થીઓ પાસ થયાં છે. જ્યારે A2 ગ્રેડમાં 3306 વિધાર્થીઓ પાસ થયાં છે. જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ 72.4 ટકા આવ્યું છે. આ વર્ષે વિદ્યાર્થીઓનું પરિણામ 72 ટકા આવ્યુ હતુ જ્યારે વિદ્યાર્થીનીઓનું પરિણામ 72.05 ટકા છે. આ વખતે પણ વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે.

આ વખતે સૌથી વધુ પરિણામ મેળવનાર રાજકોટ જિલ્લો છે. રાજકોટમાં આ વખતે 85.78 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું છે. દાહોદ જિલ્લામાં આ વખતે 40.19 ટકા પરિણામ આવ્યું છે. લાઠી કેન્દ્રનું સૌથી વધારે 96.12% અને સૌથી ઓછું લીમખેડા કેન્દ્રનું 33.33% પરિણામ આવ્યું છે.

100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 64 છે. જ્યારે 10 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળા 10 છે. 2021માં ધોરણ 12 સાયન્સમાં એક લાખ 7 હજાર 264 વિદ્યાર્થીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. બોર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત 100 ટકા પરિણામ જાહેર થયું હતું.

આ સમાચારને શેર કરો