વાંકાનેર સિટી પોલીસે ખોવાયેલા 12 મોબાઈલ તેમજ રોકડ મૂળ માલિકને પરત અપાવી

વાંકાનેર: “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ વાંકાનેર સિટી પોલીસે CEIR પોર્ટલનો ઉપયોગ કરીને નાગરિકોના ખોવાયેલા મોબાઈલ ફોન અને ચોરાયેલી રોકડ રકમ શોધીને પરત કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસે CEIR પોર્ટલમાં એન્ટ્રી કરીને સતત મોનીટરીંગ અને ટેક્નિકલ વર્કઆઉટ દ્વારા આશરે રૂ. 1,78,800ની કિંમતના કુલ 12 જેટલા ખોવાયેલા મોબાઈલ ફોન અને ચોરાયેલી રોકડ રકમ રૂ. 2,44,000 શોધી કાઢી હતી. તમામ રિકવર થયેલો માલસામાન કુલ રૂ. 4,22,800 અરજદારોને પરત કરવામાં આવ્યો હતો. અરજદારોએ આ કામગીરી બદલ વાંકાનેર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કામગીરીમાં પોલીસ ઈન્સ્પેક્ટર એચ.એ.જાડેજા, પો.હેડ.કોન્સ. યશપાલસિંહ પરમાર, ધર્મેન્દ્રભાઇ વાધડીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા, પો.કેન્સ. રાણીંગભાઇ ખવડ, વિપુલભાઇ પરમાર, દર્શીતભાઇ વ્યાસ, હિતેન્દ્રસિંહ ઝાલા તથા જગદીશભાઇ રંગપરા રોકાયેલા હતા.

આ સમાચારને શેર કરો