Placeholder canvas

મિતાણા નજીકથી ટ્રેઇલરમાંથી 12.77 લાખનો દારૂ ઝડપાયો

એલ.સી.બી. એ પાવડરની આડમાં છુપાવેલ ૨૧૦૦ બોટલ દારૂ સાથે એકને ઝડપી લીધો

ટંકારા : મોરબી એલસીબી ટીમે મળેલ બાતમીના આધારે મિતાણા નજીક હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલા ટ્રક ટ્રેલરમાંથી રૂ.12.77 લાખની કિંમતનો દારૂ સહિત કુલ 27.82 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો.

મોરબી એલસીબી પીઆઇ વી.બી.જાડેજા અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે સ્ટાફના હેડ કોન્સ્ટેબલ પ્રદ્યુમ્નસિંહ જાડેજા શકિતસિંહ ઝાલા તથા પો. કો. વિક્રમભાઇ કુંગસીયાને બાતમી મળેલ કે, મોરબી-રાજકોટ હાઇવે રોડ, મિતાણા નજીક આવેલ શીવ પેલેસ હોટલના ગ્રાઉન્ડમાં ટ્રક ટ્રેઇલરમાં સફેદ પાવડરની થેલીઓની આડમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂનો જથ્થો ભરેલ છે.

આ મળેલ બાતમીને આધારે શિવ પેલેસ હૉટલના ગ્રાઉન્ડમાં રેઇડ કરતા ટ્રક-ટેઇલર નંબર RJ-36-GA-3094 મા કોથળીઓની આડમાં ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં બ્લેન્ડર પ્રાઇડ પ્રિમીયમ વીસ્કીની કંપની શીલપેક બોટલ નંગ-૯૭૨ કી.રૂ. ૮,૨૬,૨૦૦, મેકડોવેલ નંબર વન વ્હીસ્કીની કંપની શીલપેક બોટલ નંગ-૧૧૨૮ કિંમત રૂ. ૪,૫૧,૨૦૦ તથા ટાટા ટ્રક કી.રૂ.૧૫,૦૦૦.૦૦ મળી કુલ રૂ.૨૭,૮૨,૪૦૦નો મુદ્દામાલ કબ્જે કરી ટંકારા પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવવામાં આવ્યો હતો.

દરોડા દરમિયાન એલસીબી ટીમે મહેન્દ્રસિંગ ધુકલસિંગ રાવત, ખોખરી, જી.પાલી રાજસ્થાન વાળાને ઝડપી લીધો હતો. જ્યારે માલ મોકાલનાર લેખરાજસીંગ (રહે બ્યાવર,ઉદયપુરરોડ, અજમેર રાજસ્થાન) તથા ટ્રક માલીક રજાક કટાત (રહે. જાકમાતકી, જી. અજમેર રાજસ્થાન) વાળાને ફરાર જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો