વાંકાનેરમાં જાલી નોટ સાથે પકડાયેલા શખ્સને 10 વર્ષની કેદની સજા.


વર્ષ 2012ના કેસમાં મોરબી કોર્ટનો મહત્વનો ચુકાદો : બે મહિલા આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકાયા
મોરબી : જામનગર એલસીબીએ વાંકાનેરમાં રહેતા એક પરિવારના ઘરમાંથી જાલી નોટ પકડી પાડયાના કેસમાં મોરબી કોર્ટે એક આરોપીને 10 વર્ષની સજા ફટકારી છે. આ સાથે અન્ય બે આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુક્યા છે.
મળેલ માહિતી મુજબ જામનગર એલસીબીએ વર્ષ 2012માં વાંકાનેર પોલીસને સાથે રાખી એક ઘરમાં દરોડો પાડી અબ્દુલભાઇ જમાલભાઇ દલપોત્રા, સલમાબેન ઉર્ફે સલીમાબેન ઉર્ફે આન્ટી ઉર્ફે મમ્મી, રીઝીયા વા/ઓ હબીબુદીન આહમદઅલી શેખ, બાબર મંજુરઅલી શેખ, આલમ ઉર્ફે રખા મંજુરઅલી શેખને રૂ.1000ની 71 જાલી નોટ સાથે પકડી પાડી તેઓ સામે ગુનો નોંધાવ્યો હતો.
આ કેસ મોરબીમાં એડિશનલ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા કોર્ટે બે મહિલા આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકયા છે. જ્યારે અબ્દુલભાઇ જમાલભાઈ દલપોત્રાને 10 વર્ષની સજા અને રૂ.1 લાખનો દંડ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો વધુ 30 માસની કેદની સજા ફટકારી છે.
