વાંકાનેર

વાંકાનેર: રાતાવીરડા ગામમાં ચાલતા જુગારધામમાંથી ૧૦ ઝડપાયા

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે રહેણાક મકાનમાં ચાલતા જુગારધામ ઉપર દરોડો પાડીને દસ આરોપીઓને રોકડ રૂ.-૬૦,૫૦૦ તથા મોબાઇલ અને વાહનો મળી કુલ રૂપીયા ૩,૧૫,૫૦૦ ના મુદામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર તાલુકા પોલીસ મથકના પો.હેડ કોન્સ મયુરધ્વજસિંહ જાડેજા તથા પો.કોન્સ હરીચન્દ્રસિંહ ઝાલાને મળેલ સંયુકત બાતમી આધારે વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામે રહેણાકના મકાનમાં જુગાર અંગે રેઇડ કરી જુગાર રમતા જીતુ ઉર્ફે જીતો લાખાભાઇ વીરસોડીયા (ઉવ.૨૭ રહે.માટેલ તા.વાંકાનેર જી.મોરબી), ઉમેશભાઇ ઉર્ફે લાલો વેલજીભાઇ બાવરવા (ઉવ.૩૨ રહે.માટેલ તા.વાંકાનેર જી.મોરબી), ધનજીભાઇ દિનેશભાઇ ઉકેડીયા (ઉવ.રર રહે.રાતાવીરડા તા.વાંકાનેર જી.મોરબી), ભરત ઉર્ફે મુન્નો ભગવાનજીભાઇ ઝીઝુવાડીયા (ઉવ.૩૧ રહે.રાતાવીરડા તા.વાંકોનર જી.મોરબી),

મહેશભાઇ જીણભાઇ મેરજીયા (ઉવ.ર૮ રહે.રાતાવીરડા તા.વાંકોનર જી.મોરબી મુળ ગામ અમરનગર તા.કડી જી.મહેસાણા) વિવેકભાઇ દિનેશભાઇ ડોડીયા (ઉવ.ર૩ રહે.હાલ ફીરોજા સીરામિક રાતાવિરડા તા.વાંકાનેર જી.મોરબી), દેવેન્દ્રભાઇ ઓમપ્રકાશ (ઉવ.૩૧ રહે.હાલ રાતાવિરડા કેપરોન સીરામિકમાં મુળ ગામ ગણેશખેડા પોસ્ટ બુડદા તા.પહોરી જી.શીવપુરી રાજય મધ્યપ્રદેશ), ગોંવિદભાઇ ગીરધરભાઇ સરાવાડીયા (રહેમાટેલ), દેવજીભાઇ રામસંગ રીબડીયા (રહે રાતાવીરડા), કીશનભાઇ પ્રેમજીભાઇ અબાસણીયા (રહે રાતાવિરડા)ને રોકડ રૂ.-૬૦,૫૦૦ તથા મોબાઇલ અને વાહનો મળી કુલ રૂપીયા ૩,૧૫,૫૦૦ ના મુદામાલ સાથે પકકડી પાડ્યા છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો….

https://chat.whatsapp.com/GmROLWtJBhnH6aFTnowJLQ

આ સમાચારને શેર કરો