મોરબી: 10 લાખ આપ નહિ તો, તારા ફોટા વાયરલ કરીને બદનામ કરી દઇશ

મોરબી શહેરમાં એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે કે યુવતીના પિતાને ફોન કરીને યુવતીના આપ્તીજનક ફોટા વાઈરલ કરવાની ધમકી આપીને ત્રણ શખ્સો દ્વારા 10 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. આ મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો અને યુવતીના ફોટો વાયરલ કરવાના ધમકી આપીને ખંડણી માંગનારા શખ્સોને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામા આવી હોવાનું જાણવા મળી રહ્યુ છે.

મોરબી શહેર સિરામિક સિટી તરીકે જગવિખ્યાત બનેલા આ શહેર પણ હવે ક્રાઇમ સીટી બની રહ્યુ હોય તેવુ લાગી રહ્યું છે. કેમ કે, દિનપ્રતિદિન ચોરી, હત્યા, લૂંટ જેવા બનાવો સામાન્ય બની ગયા છે. હવે તો ખંડણી માગવાના બનાવો પણ મોરબી શહેરમાં બનવા લાગ્યા છે. તાજેતરમાં જ એક યુવતીના પિતા પાસેથી ત્રણ શખ્સો દ્વારા રૂપિયા 10 લાખની ખંડણી માંગવામાં આવી હોવાની વાત સામે આવી રહી છે. જેમની પોલીસ તપાસ કરવામાં આવી રહી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે શહેરમાં રહેતી એક યુવતીના આપત્તિજનક ફોટાઓને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપીને ત્રણ શખ્સો દ્વારા યુવતીના પિતા પાસેથી રૂપિયા 10 લાખની ખંડણી માંગવામાં આવી હતી જેથી યુવતીના પિતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. ત્યાર બાદ આ સમગ્ર મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો અને આ બનાવમાં પોલીસ દ્વારા તપાસ કરીને જે ત્રણ શખ્સો દ્વારા યુવતીના પિતા પાસેથી રૂપિયા 10 લાખની ખંડણી માંગવામાં આવેલ છે તેઓને પકડવા માટે થઈને તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો