આવતી કાલે રાજ્યભરના 32 જિલ્લામાં 3243 કેન્દ્રો પર10 લાખ 45 હજાર ઉમેદવારો બિન સચિવાલયની પરીક્ષા આપશે.
ST વિભાગ 1 હજાર એકસ્ટ્રા બસો દોડવાશે.
રાજ્યભરમાં આવતી કાલે બિન સચિવાલય ક્લાર્ક- સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા યોજાનાર છે. જેના ભાગરૂપે તંત્ર દ્વારા સમગ્ર તૈયારીઓ કરી દેવામાં આવી છે. રાજ્યના 32 જિલ્લાના 3243 કેન્દ્રો પર આ પરીક્ષા યોજાશે. મહત્વનું છે કે, આવતી કાલે યોજાનારી બિન સચિવાલયની પરીક્ષામાં 10 લાખ 45 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે.જેને લઈને સરકારે આ તમામ પરીક્ષા કેન્દ્રો પર CCTVથી સજજ કરી દેવાયા છે. આ સાથે પરીક્ષા કેન્દ્રમાં ઉમેદવારની સાથે નિરીક્ષકો પણ મોબાઈલ નહી રાખી શકે.
1 હજાર એકસ્ટ્રા બસો દોડવાશે
બીજી તરફ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાના આયોજનના ભાગરૂપે એસ.ટી તંત્ર દ્વારા ઉમેદવારોની સુવિદ્યા માટે દૈનિક સંચાલિત થતી સર્વિસ સિવાયની 1 હજાર વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ અમદાવાદ, રાજકોટ અને વડોદરાના બસ સ્ટેશન પરથી વધારાની બસો દોડાવાશે. એટલું જ નહિ, પરીક્ષાના સ્થળે આવવા-જવા માટે નજીકના ડેપો મેનેજરનો સંપર્ક કરી ગૃપ બુકિંગ દ્વારા એક્સ્ટ્રા બસની સુવિધા મેળવી શકશે. આ સાથે રાણીપ બસ પોર્ટ,ગીતા મંદિર કૃષ્ણનગર રૂટ પર એકસ્ટ્રા બસો મુકાશે.
મોબાઈલ પર પ્રતિબંધ
ગૌણ સેવા પસંદગી મંડળે કરેલી જાહેરાત મુજબ પરીક્ષા કેન્દ્રોમાં સીધી કે આડકતરી રીતે કોઇપણ પ્રકારની ગેરરીતિ સંપૂર્ણ પ્રતિબંધિત છે. પરીક્ષા કેન્દ્રમાં ચાલુ કે બંધ હાલતમાં મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ, બ્લુ ટૂથ જેવા ઉપકરણો કે સંદેશા વ્યવહારના કોઇપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેઝેટ સાથે ઉમેદવારોનો પ્રવેશ પ્રતિબંધિત છે. ઉમેદવારોએ આ પ્રકારના સાધનોને પરીક્ષા કેન્દ્રની બહાર પોતાની જવાબદારીએ રાખવાના રહેશે.
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/BDeowoFVfbkELssypF4KFt
ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

