દોશી કોલેજ વાંકાનેર દ્વારા ૧૦ કિલો મીટર રનિંગનું આયોજન કરાયું.
વાંકાનેર: હાલ શ્રાવણ માસની શરૂઆત થઈ છે. ત્યારે દર વર્ષની જેમ શ્રાવણ મહિનાના પહેલા સોમવારના દિવસે શ્રી દોશી કોલેજ વાંકાનેર દ્વારા ક્રોસ કન્ટ્રી (૧૦ કિલો મીટર) રનીંગનું આયોજન કરવામાં આવેલુ હતું. જેમાં ભાઈઓ અને બહેનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
આ 10 કિલોમીટર રનીંગમાં બધા જ વિદ્યાર્થીઓએ પૂર્ણ કરેલ હતી. પ્રિન્સિપલ ડૉ. વાય. એમ. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ ડો. વાય.એ.ચાવડા અને ડૉ.કોમલબેન અને ખ્યાતિબેન દ્વારા વિદ્યાર્થીઓ માટે 10 કિલોમીટર રનિંગનું ખૂબ સારું આયોજન કરવામાં આવ્યૂ હતું.


