Placeholder canvas

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ધો. 6થી8ના વિદ્યાર્થીઓ માટે 10 બેગલેસ-ડેની જાહેરાત

ગાંધીનગર: ગુજરાત સરકારે આજે ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય લીધો છે. આગામી જાન્યુઆરીથી ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારે 10 બેગલેસ-ડેની જાહેરાત કરી છે.

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત પ્રિ-વોકેશનલ વિદ્યાર્થીઓનો જ આ નિર્ણય છે. જેનો અમલ આગામી જાન્યુઆરી મહિનાથી જ થશે. વર્ષમાં દસ દિવસ વિદ્યાર્થીઓએ બેગ વગર સ્કૂલે જવાનું રહેશે. તેમને બેંક, ઉદ્યોગો, યુનિવર્સિટી કે ITI જેવી સંસ્થાની મુલાકાતે લઈ જવાશે. અંદાજે 1500 જેટલી સ્કૂલ માટે સરકારે 2 કરોડ રૂપિયાની નાણાકીય જોગવાઇ કરી છે.

આ સમાચારને શેર કરો