ચોટીલામાં શેઠને બહાર જવાનું છે તેમ કહીને શેઠાણીને પાસેથી રૂ.1.89 લાખની વસ્તુ લઈને રફુચક્કર…


ચોટીલા: દેવસર ગામે સિલીકાના કારખાનેદારના ધર્મપત્ની પાસે ખોટૂ બોલી 1.89 લાખ ની મતા ની ઉઠાંતરી કરનાર નોકરને પોલીસે ગણતરીની કલાકોમાં પકડી પાડી વધુ તપાસનો ધમધમાટ શરૂ કરેલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ ચોટીલાના દેવસર ગામે રહેતા મૂળ સોમનાથના વેળાવરના વતની સિસોદિયા મેર ખીમાભાઇ ભીમાભાઈને ત્યાં છેલ્લા ચારેક દિવસથી કામ કરતો મૂળ કચ્છના આદિપુરનો વિરેન ચંદ્રકાંતભાઇ દોશી શનિવારના વે બ્રીજના કામ પરથી બહાનું કાઢી શેઠનું બાઇક લઇને તેમના ઘરે જઇને તેમના પત્ની રંભાબેન પાસે ખોટૂ બોલી શેઠ ન પાર્ટી આવી છે. બહાર જવાનું છે તેમ જણાવી સોનાની ઋદ્રાક્ષ ની માળા, બે વીટી, ઘડીયાળ, બે મોબાઇલ ફોન, એટીએમ અને કપડા લઈ ચોરી કરવાના ઇરાદે નાસી છુટેલ જેણે એટીએમ માંથી 40000 રૂપિયા પણ ઉપાડી લઈ કુલ 1.89 ની મતા ની ચોરી કર્યાની ફરીયાદ ભોગ બનનારે નોંધાવી હતી.

પીએસઆઈ એમ કે ગોસાઇ એ આરોપીના મોબાઇલનું લોકેશન મેળવી કચ્છના આદિપુર ખાતે થી પકડી પાડી તેના મિત્ર ના ઘરે રાખેલ ઉઠાંતરી કરીલ તમામ મુદ્દામાલ રીકવર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. પ્રાથમિક તપાસમાં આરોપીએ તેના આર્થિક લાભ માટે વિશ્ર્વાસ નો ગેર ફાયદો ઉઠાવ્યો હોવાનું કબુલ્યું છે.

આ સમાચારને શેર કરો