Placeholder canvas

વાંકાનેર: કાનપર પ્રાથમીક શાળામાં સ્વતંત્રતા દિનની ઉજવણી.

વાંકાનેર: આજ રોજ શ્રી કાનપર પ્રાથમિક શાળા મુકામે 76 માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં ગ્રામ પંચાયત કાનપર ના શિક્ષિત મહિલા સરપંચ બાદી અસ્માબાનુ મહેબુબભાઇ ના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. તેમજ સમગ્ર ગ્રામજનો, વિદ્યાર્થીઓ તથા શાળા સ્ટાફની હાજરીમાં આ પર્વની ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થીઓ દ્વારા આજના પર્વનો મહિમા, રાષ્ટ્રગાન અને દેશભક્તિ ગીતો રજૂ કરવામાં આવ્યા. સરપંચ દ્વારા પણ શિક્ષણ ઉપર ભાર આપવાની વાત કરવામાં આવી. સમગ્ર વાલીગણ શિક્ષણ પ્રત્યે જાગૃત થાય એવી વાત રજૂ કરી.

સરકારના પરિપત્ર મુજબ આજરોજ વાલી મીટીંગ પણ યોજવાની હતી. તેમાં એસ.એમ.સી. કમિટીના સભ્યો તથા ગ્રામ પંચાયત સદસ્યો અને તમામ વિદ્યાર્થીના વાલીશ્રીઓ હાજર રહ્યા અને શાળાના શિક્ષક અને આચાર્ય દ્વારા બાળકોની શૈક્ષણિક સિદ્ધિઓ બાબતે વાલી સાથે ચર્ચા કરવામાં આવી. જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા. આમ આજરોજ સ્વતંત્ર પર્વ તથા વાલી મીટીંગ આમ બંને કાર્યક્રમો એકસાથે યોજાયા હતા જેમાં સમગ્ર ગામે ઉત્સાહભેર હાજરી આપી હતી.

આ શાળા ગુણોત્સવ ગ્રેડમાં સમગ્ર તાલુકામાં ધોરણ ૧ થી ૮ ની શાળામાં પ્રથમ નંબરે છે. તથા જિલ્લામાં ૪ નંબરે છે એ ગ્રેટ જળવાઈ રહે, તેમજ આગળનો ગ્રેડ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે તેવું સમગ્ર વાલી મિત્રો સાથે આયોજન કરવામાં આવ્યું છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/JnLb1qRRcMLL2mOaumRb5j
આ સમાચારને શેર કરો