વાંકાનેર:જાલી ગામે આગામી સોમવારે ખોડીયાર માતાજીનો નવરંગો માંડવો
વાંકાનેર તાલુકાના જાલી ગામ ખાતે આઈ શ્રી ખોડીયાર માતાજી નો નવરંગો માંડવો નું શુભ મુહૂર્ત સોમવાર તારીખ 27 /1/2020 ના રોજ રાખેલ છે જેમાં સમગ્ર ધર્મ પ્રેમી પ્રજા ને ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં તારીખ 27/ 1/ 2020 ને સોમવારે સવારે 8:30 કલાકે માતાજીનો માંડવો રોપવાનું મુહૂર્ત ત્યારબાદ 11:30 કલાકે પ્રસાદ અને 3:30 વાગ્યે માતાજી નું ફુલેકુ, બાદ સાંજે 08:00 માતાજીનું માંડલુ ત્યારબાદ તારીખ 28/ 1/ 2020 ના રોજ મંગળવારે 8:30 કલાકે માંડવો વધાવવા નું મુરત રાખેલ છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર જાલી ગામ ના લોકો સહયોગ અને સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવવા સારી એવી જહેમત ઉઠાવી રહ્યા છે તેમ એક અખબારી યાદીમાં સરપંચ પ્રવીણભાઈ સરાવાડીયાએ જણાવ્યુ છે.