Placeholder canvas

શાહીન બાગના પ્રદર્શનકારીઓ સામે ઝૂકી મોદી સરકાર, વાતચીત કરવા રાજી

નવી દિલ્હી: નાગરિક્તા સંશોધન એક્ટ વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલા શાહીન બાગમાં પ્રદર્શનકારીઓ સાથે વાત કરવા માટે મોદી સરકાર તૈયાર થઈ ગઈ છે. કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે પોતાના એક ટ્વીટમાં સંકેત આપ્યા છે. રવિશંકર પ્રસાદનું કહેવું છે કે, સરકાર લોકો સાથે વાત કરવા માટે તૈયાર છે, પરંતુ એક વ્યવસ્થિત પ્રક્રિયાથી. દિલ્હીના શાહીનબાગમાં છેલ્લા 50 દિવસથી નાગરિક્તા સંશોધન એક્ટ વિરૂદ્ધ પ્રદર્શન ચાલી રહ્યું છે, જે દિલ્હી વિધાનસભા ચૂંટણીનો મુખ્ય મુદ્દો બની ગયો છે.

અગાઉ એક ટીવી કાર્યક્રમમાં કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, જો તમે વિરોધ કરી રહ્યાં છો, તો સારી વાત છે. જો કે જ્યારે અમે કોઈ વાત સાંભળીએ તો તેઓ કહે છે કે, CAA જ્યાં સુધી પરત નહીં ખેચાય, ત્યાં સુધી વાતચીત નહી થાય. જો તેઓ ઈચ્છે છે કે, સરકારનો કોઈ પ્રતિનિધિ વાત કરે, તો એક સ્ટ્રક્ચર રીત હોવી જોઈએ. જો તમે કહેશો કે, ત્યાંજ આવીને વાત કરો, તો એ કેવી રીતે થશે.

આ સમાચારને શેર કરો