વાંકાનેર: કારખાનામાં મશીનમાં માથું આવી જતા તરુણનું મોત

વાંકાનેર : વાંકાનેરમાં સીરામીક કારખાનામાં મશીનમાં માથું આવી જતા તરુણનું મોત થયુ છે.

ગઈકાલે તા. 4ના રોજ વાંકાનેરના સરતાનપર રોડ પર એમ્બોજા ગ્રેનેટો સીરામીકના કારખાનામાં મશીનમાં બબલુ જલમસીંધ સોલંકી (ઉ.વ. 15)નું માથું તથા હાથ આવી જતા તેનું મૃત્યુ થયું હતું. બબલુના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વાંકાનેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે આ બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

આ સમાચારને શેર કરો
  • 353
  •  
  •  
  •  
  •  
  •  
    353
    Shares