વાંકાનેર: કુંભારપરામાં પરિણીતાએ ગળોફાંસો ખાઈ કર્યો આપઘાત

વાંકાનેર : વાંકાનેરના કુંભારપરામાં પિતાના ઘરે રહેતી પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.

વાંકાનેરના કુંભારપરામાં સ્મશાન પાસે આવેલ રમણભાઈની વાડી વિસ્તારમાં રહેતા દીપકભાઇ પંડીતની 18 વર્ષની પુત્રી રૂબીબેને ગઈકાલે તા. 19ના રોજ અગમ્ય કારણોસર પોતાના પિતાના ઘરે ગળે ફાસો ખાઇ આપઘાત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મૃતકના લગ્ન બિહારમા થયેલ હતા. તેના લગ્નગાળાનો સમય બે મહીનાનો છે. તેમજ બે મહીના બાદ છુટ્ટાછેડા થઈ ગયેલ છે. આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધ કરી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો
  • 70
  •  
  •  
  •  
  •  
  •  
    70
    Shares