Placeholder canvas

શું 14 એપ્રિલ બાદ લૉકડાઉન લંબાવાશે ? સરકારે જાહેર કર્યું 3 મહિનાનું પેકેજ !!

ચીનના વુહાન શહેરથી ફેલાયેલા કોરોના વાઈરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે. ભારતમાં કોરોના પોઝિટિવના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. દેશમાં કોરોના પોઝિટિવ કેસો વધીને 650ની પાર પહોંચી ગયા છે. આજ કારણ છે કે, ભારતની મોદી સરકારે દેશમાં 21 દિવસ માટે લૉકડાઉન લાગૂ કર્યું છે. લૉકડાઉનના બીજા દિવસે જ મોદી સરકારે દેશવાસીઓ માટે રાહત પેકેજની જાહેરાત કરી છે.

જો કે સરકારે આ પેકેજમાં જે પ્રકારે દરેક યોજનાને અગામી ત્રણ મહિના માટે તૈયાર કરી છે, તેનાથી અનેક સવાલો ઉભા થયા છે. વાસ્તવમાં કેન્દ્ર સરકારનું પ્લાનિંગ જોઈને એવું લાગી રહ્યું છે કે, જાણે આ લૉકડાઉન 21 દિવસ કરતા વધારે થઈ શકે છે.

જણાવી દઈએ કે, કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કોરોના વાઈરસના પ્રકોપ વિરૂદ્ધ સરકાર દ્વારા છેડવામાં આવેલી જંગથી પ્રભાવિત ગરીબ અને મજદૂર વર્ગની સ્થિતિને જોતા ગુરૂવારે 1,70,000 કરોડ રૂપિયા રાહત તરીકે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ તરીકે જાહેર કર્યા છે. નાણાંમંત્રીએ જણાવ્યું કે, આ પેકેજ અંતર્ગત ગરીબ અને રોજિંદા મજૂર વર્ગેને સીધા તેમના બેંક ખાતામાં રોકડ રકમ જમા કરીને તેમને ખાદ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવશે. નાણામંત્રીએ મનરેગામાં કામ કરી રહેલા મજૂરીની એક દિવસની મજૂરી વધારીને 200 રૂપિયા કરી દીધી છે.

આ ઉપરાંત ખેડૂતો, ગરીબ વિધવા, પેન્શનધારી, દિવ્યાંગો અને જનધન ખાતાધારક મહિલાઓ, ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ સહિત કંન્સ્ટ્રક્શન ક્ષેત્ર સાથે સંકળાયેલા મજૂરોને રાહત આપવાની જાહેરાત કરી છે. જો કે આ તમામમાં એક જ ચીજ સામાન્ય છે, અને તે છે દરેક વર્ગને રાહત 3 મહિના માટે આપવામાં આવી છે.

જો કે સરકારે રાહત પેકેજમાં જે પ્રકારે ત્રણ મહિનાની યોજનાનું એલાન કર્યું છે, તેનાથી અટકળો થઈ રહી છે કે, સરકાર આગળની તૈયારીઓ સાથે આગળ વધી રહી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/JdN9WKZ5unND0GqmVY3DXX

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો