Placeholder canvas

વાંકાનેર તાલુકા ભાજપના ઉપપ્રમુખ મહાવીરસિંહ ઝાલાએ કેમ આપ્યું રાજીનામું? જાણો…

વાંકાનેર તાલુકા ભાજપમાં મતભેદો સામે આવ્યા છે. વાંકાનેર તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને રાતેદેવડી ગામના પૂર્વ સરપંચ મહાવીરસિંહ ઝાલાએ તાલુકા ભાજપના ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે.

મહાવીરસિંહ ઝાલાએ આજે વાંકાનેર તાલુકા ભાજપ પ્રમુખને લેખિતમાં તાલુકા ભાજપના ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. તેઓએ રાજીનામામા તબિયત નાતંદુરસ્ત રહેવાનું કારણ દર્શાવ્યું છે. પરંતુ ખરેખર હકીકત કંઇક અલગ જ છે.

અમારા માહિતી શોર્ષમાંથી જણાવા મળ્યું છે કે મહાવીરસિંહ ઝાલા વાંકાનેર તાલુકા ભાજપ સાથે મેચ થઈ શકતા ન હતા તેઓ લોકોના કામો પોતાની આવડતથી કરાવતા હતા જે તાલુકા ભાજપને ગમતું નહોતુ તેઓને વારંવાર પ્રોટોકોલ મુજબ વર્તવાનું કહેવામાં આવતું હતું. જેથી મહાવીરસિંહને આ વાત માફક ન આવતા અને પ્રોટોકોલના કારણે લોકોના કામો અટકી ન પડે તે માટે તેમને રાજીનામું આપ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 2022નું બ્યુગલ ફૂંકાવવાની તૈયારી છે ત્યારે તાલુકા ભાજપના ઉપપ્રમુખ મહાવીરસિંહ ઝાલાએ રાજીનામું આપ્યું છે અને આ પૂર્વે મોરબી જિલ્લા પંચાયતના એકમાત્ર લઘુમતી સભ્ય જાહિરઅબ્બાસ શેરસિયાએ પણ જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા પદેથી તેમજ અન્ય સમિતિઓના સભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. આમ તાલુકા ભાજપમાં જાહિરઅબ્બાસ બાદ મહાવીરસિંહ ઝાલા નારાજ થયા છે. તેમની અસર આગામી ચૂંટણીમાં કેવી પડશે એ જોવું રહ્યું…

આ સમાચારને શેર કરો