Placeholder canvas

અમદાવાદમાં લાંબા સમયથી કલમ 144 કેમ? ગુજરાત સરકારને હાઈકોર્ટેનો સવાલ.

અમદાવાદ: શહેરમાં કલમ 144 લાગુ કરવાની વિરૂદ્ધ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેમાં IIM અમદાવાદના 2 અને અમદાવાદ યુનિવર્સિટીના એક પ્રોફેસર સહિત કુલ 4 લોકો દ્વારા CRPCની કલમ 144ને પડકારતી રિટ મુદ્દે ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એસ. એચ. વોરાએ મહત્વનું અવલોકન કરતાં નોંધ્યું કે, શહેરમાં છેલ્લા 3 વર્ષથી લાગુ ધારા 144નો અર્થ એવો પણ થાય છે કે, લોકો અહીં સલામત નથી. આટલા લાંબા સમયથી 144 લાગુ કેમ છે? એ મુદ્દે સરકારને 2 દિવસમાં જવાબ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

આ મામલે સુનાવણી હાથ ધરતા હાઈકોર્ટે મહત્વનું અવલોકન કરતા નોંધ્યું કે, કલમ 144ને શા માટે લાગુ કરવામાં આવે છે? તે રેકોર્ડ કરવું જરૂરી છે. જો કોઈ દિવસે પાનના ગલ્લે 4- 5 લોકો ઉભા હશે, તો પણ ધારા 144 હેઠળ અટકાયતના ભયથી લોકો બહાર ભેગા થવાનું ટાળશે. આ મુદ્દે સરકારી વકીલ મિતેષ અમીને દલીલ કરી હતી કે, પોલીસે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવા માટે કુલ 107 વખત પરવાનગી આપી છે.

બીજી તરફ અરજદાર વતી વકીલ મિહીર જોષીએ રજૂઆત કરતા જણાવ્યું કે, છેલ્લા 3 વર્ષથી કોઈને કોઈ કારણથી ધારા 144 લાગુ કરી દેવાઈ છે. આ આદેશને પ્રકાશિત પણ કરવામાં આવ્યો નથી, ત્યારે IIM બહાર CAA-NRCનો શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને ડિટેઈન કરવામાં આવ્યા હતા. આવી રીતે સતત કલમ 144ને લાગુ કરવી એ બંધારણના આર્ટીકલ 19(1)નું ઉલ્લંઘન છે. અરજદારે ધારા 144ના આદેશને રદ્દ કરવા માટે હાઇકોર્ટના હસ્તક્ષેપ માટે અરજી કરી હતી.

આ અંગે અરજદારે આક્ષેપ કર્યો કે, પોલીસ ગમે ત્યારે આવા નવા આદેશો બહાર પાડે છે. જે લોકોની વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ સમાન છે. લોકો ગીત કે બેનરો દર્શાવી શાંતિપૂર્ણ રીતે પોતાનો વિરોધ પ્રદર્શન કરી શકતા નથી.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Bg9cW6lrckEGLeEs95MWp2

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો