Placeholder canvas

ગુજરાત સરકારની રૂ.1 લાખની લોન કોને અને કેવી રીતે મળશે? જાણો

કોરોના સંકટમાં લોકડાઉનને કારણે ખોરંભે ચડેલા નોકરી ધંધાને ફરીથી શરૂ કરવા માટે સરકારે યોજના જાહેર કરી છે. ગુજરાત સરકાર દ્વારા આત્મનિર્ભર સહાય યોજના અંતર્ગત કોને લોન મળી શકે? કેટલા રૂપિયાની લોન મળી શકે? ક્યારે ભરવાની? વગેરે… કેટલાય સવાલો થતા હોય ત્યારે તમારા સવાલોના જવાબ અહીં મળી જશે.


કેટલા રૂપિયા સુધીની લોન મળશે?
આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અંતર્ગત એક લાખ રૂપિયા સુધીની લોન મળી શકશે.

કેટલું વ્યાજ ચૂકવવું પડશે?
લોન લેનાર વ્યક્તિએ ફક્ત બે ટકા વ્યાજ ચૂકવવું પડશે. લોન પરનું છ ટકા વ્યાજ સરકાર ચૂકવશે.

કોને લોન મળી શકશે?
નાના ધંધો કરતા વાળંદ, ધોબી, પ્લમ્બર, નાની કરિયાણા દુકાન, સ્ટ્રીટ વેન્ડર, ઓટો ડ્રાયવર વગેરેને લાભ મળશે.

ફોર્મનું વિતરણ કઈ તારીખથી થશે?
આત્મનિર્ભર ગુજરાત નામની આ યોજના માટેના અરજી ફોર્મનું વિતરણ 21મી મેથી શરૂ કરવામાં આવશે.

ફોર્મ ક્યાંથી મળશે?
રાજ્યની 1000 જેટલી જિલ્લા સહકારી બેન્કની શાખાઓ, 1,400 અર્બન કો-ઓપરેટીવ બેન્કો, 7,000 ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીઓ સહિત કુલ 9000 જગ્યાએથી ફોર્મ મળશે.

કઈ તારીખ સુધી ફોર્મ ભરી શકાશે?
આ યોજનાનો લાભ લેવા ઇચ્છુક નાના વેપારી કે બિઝનેસમેને ફોર્મ ભરીને 31મી ઓગષ્ટ સુધીમાં શાખાઓમાં પરત આપવાના રહેશે.

કેટલી ફી ચૂકવવી પડશે?
ફોર્મ માટે કોઈ ફી લેવામાં નહીં આવે. લોન મંજૂર કરવા માટે પણ કોઈ કમિશન નહીં લેવામાં આવે.

ગેરન્ટી તરીકે શું આપવાનું રહેશે?
આ યોજના હેઠળ લોન લેવા માટે અરજીકર્તાએ કોઈ જ ગેરંટી નથી આપવાની. ફક્ત સરકારે નક્કી કરેલા પ્રમાણપત્રો આપવાના રહેશે.

લોનની ચૂકવણી કેવી રીતે?
લોન મળ્યાના પ્રથમ છ મહિનામાં કોઈ જ હપ્તો ભરવાનો નહીં રહે. જે બાદમાં હપ્તેથી લોન પરત ચૂકવવાની રહેશે.

લોન આપવાનો ઉદેશ્ય શું?
નાના વેપારીઓ અને કારીગરો કોરોના બાદ ઝડપથી પગભર થાય તેવા ઉદેશ્ય સાથે આ યોજના શરૂ કરવામાં આવી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/EQbRFlsJXb2GcBBWtsfKqZ

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો

આ સમાચારને શેર કરો