Placeholder canvas

વાંકાનેર નગરપાલિકા મિલપ્લોટ થી વીશીપરાના રસ્તા પર ગટરની કુંડીમાં ઢાંકણા કયારે ઢાંકશે?

વાંકાનેર મિલપ્લોટ થી વીસીપરા જવાના અમરસિંહ મિલ પાછળ આવેલ રસ્તા ઉપર ભુગર્ભ ગટર નાખવામાં આવી છે.આ ભૂગર્ભ ગટર ની ખુલ્લી કુંડી ને ઢાંકણા ઢાંકવામાં આવ્યા નથી તેવી માહિતી મળી રહી છે.

મળતી માહિતી મુજબ વાંકાનેરના પછાત એવા વિસ્તારમાં આખરે નગરપાલિકાને વિકાસના કામો કરવાનું મૂર્ત મળી આવ્યું છે અને આ વિસ્તારના સભ્યોની ઉગ્ર રજૂઆતથી અહીં વિકાસના કામો શરૂ થયા છે. મિલ પ્લોટ ચોકથી વીસીપરા ચોક સુધીનું અમરસિંહ મિલની પાછળ નો અતિ ખરાબ થઈ ગયેલ રસ્તા પર નગરપાલિકાએ ભૂગર્ભ ગટર અને સીસી રોડનું કામ પૂર્ણ કરી દીધું છે.

આ કામ પૂર્ણ થયા પછી હવે લોકોએ આ રસ્તાનો ઉપયોગ કરવાનું પણ શરૂ કરી દીધેલ છે, આમ છતાં આ રસ્તામા નાખવામાં આવેલી ભૂગર્ભ ગટરની કુંડીઓ હજુ ખુલ્લી રાખવામા આવી છે જેથી અહીં અકસ્માત થવાની ખૂબ જ સંભાવનાઓ છે. તો શું નગરપાલિકા ભૂગર્ભ ગટર ની ખુલી કુંડીઓ ઢાંકવા માટે કોઈ અકસ્માતની રાહ જોઈ રહી છે.

વાંકાનેર નગરપાલિકા સત્વરે આ ભૂગર્ભગટર ની ખુલ્લી કુંડી ઉપર ઢાંકણા ઢાંકી દે અને કોઈ અકસ્માતનો બને તે માટે તકેદારીના પગલારૂપે તાત્કાલિક આ કાર્યવાહી હાથ ધરે તેવી લોકોની માંગ છે.

🎯🎯🎯🎯🎯🎯🎯🎯

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/LlM6agxsWIZLQXliyGBEDZ

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો