ચંદ્રપુર બેઠક ઉપર દક્ષાબા ઝાલાને ઠેર-ઠેર મળતો મતદારોનો આવકાર

વાંકાનેર તાલુકા પંચાયત ચંદ્રપુર બેઠક ઉપર ભાજપમાંથી દક્ષાબા હરિશ્ચંદ્રસિંહ ઝાલા ચૂંટણી લડી રહ્યા છે. પ્રચારના આખરી દિવસોમાં દક્ષાબા ઝાલા એ પોતાના મતક્ષેત્રમાં ડોર ટુ ડોર લોકસંપર્ક કરી રહ્યા છે, ત્યારે તેમને ઠેર-ઠેર મતદારો દ્વારા આવકાર મળી રહ્યો છે.

ચંદ્રપુર બેઠકના ઉમેદવાર દક્ષાબા ઝાલાના પતિ હરિશ્ચંદ્રસિંહ ઝાલા ચંદ્રપુર ગ્રામ પંચાયતના સરપંચ હોવાના નાતે તેઓએ ચંદ્રપુરના તમામ વિસ્તારોમાં વિકાસના કામો કર્યા છે. આ થયેલા કામોને જોઈને મતદારો તેમને આવકાર આપી રહ્યા છે અને મત આપવાની ખાત્રી પણ આપી રહ્યા છે.

ચંદ્રપુરના સરપંચ હરિશ્ચંદ્રસિંહ ઝાલા ભાટીયા સોસાયટી અને ચંદ્રપુર ગામમાં વ્યક્તિગત ખૂબ સારા સંબંધો ધરાવે છે તેમજ તેમના અહીં ટેકેદારો અને મિત્રો પણ છે. જે આજે તેમની સાથે ઉભા હોવાથી તેઓને ચંદ્રપુરના તમામ વિસ્તારોમાંથી મદદ મળશે તેવું લાગે છે… હાલમાં ભાજપના ઉમેદવારનું પલ્લું ભારે છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •