Placeholder canvas

આ વિસ્તારના ગામોની સમસ્યામાં અંગત રસ લેશું, પીવાનું પાણી, શિક્ષણ અને આરોગ્યને અગ્રતા આપીશું -ઇસ્માઇલ કડીવાર

વાંકાનેર: આજે તિથવા જિલ્લા પંચાયત સીટના ભાજપના ઉમેદવાર નુરજંહાબેન ઇસ્માઇલભાઈ કડીવાર વતી તેમનું પ્રચાર કર્યા સાંભળતા તેમના પતિ ઇસ્માઈલભાઇ કડીવારે કપ્તાન સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે તીથવા જિલ્લા પંચાયત હેઠળના તમામ ગામોની સમસ્યામાં અંગત રસ લઈને એ સમસ્યાનું નિવારણ થાય એવા અમારા હર હંમેશા પ્રયત્નો રહેશે, તેઓએ વધુમાં જણાવ્યું હતું કે તીથવા જિલ્લા પંચાયતની સીટમાં આવતા તમામ ગામડાઓમાં પીવાનું પાણી, શિક્ષણ અને આરોગ્ય બાબતને અગ્રતાક્રમ આપીશું, લોકોને આ સુવિધા મળે તેવી અમારી કોશિશ રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે તીથવા જિલ્લા પંચાયત સીટના ભાજપના ઉમેદવાર પોતે વાલાસણ ગ્રામ પંચાયતના સરપંચ પદે હાલ સેવા આપી રહ્યા છે. તેઓ વાલાસણ ગામની પાણીની જટીલ સમસ્યાનો કાયમી ઉકેલ લાવીને ગામને પાણીનું સુખ કરાવી દીધું છે. આ ઉપરાંત ગટર, રસ્તા, સ્ટ્રીટ લાઈટ વિગેરે બાબતોમાં ખુબ સારી કામગીરી કરેલ છે. તેઓ કામના રાજકારણ સાથે ચૂંટણી લડી રહ્યા છે. સમગ્ર વિસ્તારમાં લોકોને પ્રાથમિક સુવિધાઓ મળે અને ગામના વિકાસના કામો થાય એવી તેમની મહેચ્છા છે.

તેઓ કહે છે મારે કામની વાત કરવાની છે લોકોની સમસ્યા જાણવાની છે અને તેમનું નિરાકરણ લાવવાની કોશિશ કરવાની છે. ચૂંટણીમાં હરીફ મારા વિશે શું બોલે છે ? એ મારે નથી જોવાનું, મારે તો આ વિસ્તારના લોકો માટે શું કરવાનું છે એ જોવાનું છે. મતદારો ખૂબ સમજુ છે, તેમનું કામ તે સારી રીતે કરી બતાવશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. હું એટલુ જરૂર કહીશ કે મતદારો અમને મત આપીને ચૂંટશે તો અમો અમારા મતદારોને, વિસ્તારને અને પક્ષને હંમેશા વફાદાર રહીશુ, કયારેય આમારી વ્યક્તિગત લાલચને કારણે અમારા વિસ્તારનો, અમારા મતદારોનો અને પક્ષનો દ્રોહ નહી કરી, વિશ્વાસઘાત નહીં કરીએ.

આ સમાચારને શેર કરો