Placeholder canvas

ભાવનગર યુનિ. સામે વિદ્યાર્થીનો રોષ ભભૂક્યો, ‘અમે કંઇ કેમેસ્ટ્રી લેબનાં કેમિકલ નથી’

ભાવનગર યુનિવર્સિટીનાં કંટાળેલા વિદ્યાર્થીનો એક વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે પોતાની આપવીતી જણાવે છે અને આ વીડિયો યુનિવર્સિટીનાં અધિકારીઓ સુધી પહોંચે અને તેમની આંખો ઉઘડે કે આવું ન કરાય.

આ વીડિયોમાં વિદ્યાર્થી જણાવે છે કે, ‘હું છું ભાવનગર યુનિવર્સિટીનો ગળા સુધી ત્રાસી ગયેલો એક વિદ્યાર્થી. રામ ભરોશે જ આ આખી યુનિવર્સિટી ચાલે છે ભાઇ. કારણ કે કોઇને સેન્સ જ નથી કે કઇ રીતે પરીક્ષાનાં ટાઇમ ટેબલ મુકવા. વિદ્યાર્થીઓનાં ભવિષ્ય સાથે શું અને કઇ રીતે ચેડા કરવા તે શીખવું હોય તો ભાવનગર યુનિવર્સિટીમાં આવી જજો.’

વધુમાં વિદ્યાર્થી કહી રહ્યો છે કે, ‘હું તો વિદ્યાર્થીઓને ત્રણ વર્ષથી કહેતો આવું છું કે જો તમારે પોતાનું ભવિષ્ય સુધારવું હોય તો ભાવનગર યુનિ.માં એડમીશન ન લેતા. ભવિષ્ય બગાડવું હોય તો અહીં આવજો. કારણ એક પરીક્ષાનાં એક પરીક્ષાનાં ટાઈમ ટેબલમાં 3-3 વખત ફેરફાર કરે છે. તો તમે વિચારો આ યુનિવર્સિટી કેટલી હદે નીચી છે.’

વિદ્યાર્થી પોતાની વ્યથા ઠાલવતા કહે છે કે, ‘અમે કંઇ કેમિસ્ટ્રી લેબનાં કેમિકલ નથી કે તમે આ બધા અમારા માથે પ્રયોગો કરો છો. વિદ્યાર્થીઓનું યુનિયન ધારે તે કરી શકે છે. પરંતુ અમારે કોઇને હેરાન કરવા નથી. જો તમારામાં યુનિવર્સિટી હાંકવાની ત્રેવડ ન હોય તો રહેવા દો. યુનિ. બંધ કરી દો નહીંતર અધિકારીઓ બદલી દો. વિદ્યાર્થીઓ આવું હવે નહીં ચલાવે.’

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/JTukGTBOKkj18msYkDWf3d

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો