Placeholder canvas

વાંકાનેર: જ્ઞાનગંગા સ્કુલની ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ઝળહળતી સિદ્ધિ

ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં જ્ઞાનગંગા સ્કૂલે ફરી મેદાન માર્યું

ત્રણ વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવ્યો : વાંકાનેર ટોપ-10માં સાત વિદ્યાર્થી જ્ઞાનગંગા સ્કુલના

વાંકાનેર: આજે ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાનું ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું 79.69 ટકા જેવું પરિણામ આવ્યું છે. જ્યારે વાંકાનેર કેન્દ્ર ૧૪ ટકા પરિણામ આવેલ છે.

આ ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં વાંકાનેરમાં નામાંકિત જ્ઞાનગંગા શૈક્ષણિક સંકુલે ફરી મેદાન માર્યું છે. જેમાં જ્ઞાનગંગા સ્કુલના 3 વિદ્યાર્થીઓએ ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ઝળહળતી સિદ્ધિ મેળવી છે. આ તેજસ્વી વિદ્યાર્થીઓએ પોતાની આ જ્વલંત સફળતાનો શ્રેય માતા-પિતા અને જ્ઞાનગંગા સ્કુલને આપ્યો છે. આ વિદ્યાર્થીઓએ કઠોર પરિશ્રમ કરીને ઝળહળતી સિદ્ધિ મેળવ્યા ઉચ્ચ શૈક્ષણિક કારકિર્દી ઘડવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

જ્ઞાનગંગા સ્કુલના ત્રણ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવીને વાંકાનેરના ટોપ-10માં સાત વિદ્યાર્થીઓને સ્થાન મળ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે જ્ઞાનગંગા સ્કૂલ નું ધોરણ 10નું પણ ખૂબ જ સારું રિઝલ્ટ આવ્યું હતું જેમાં ચાર વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવ્યો હતો અને વાંકાનેર ટોપટેનમાં કુલ છ વિદ્યાર્થીઓને સ્થાન મળ્યું હતું જ્યારે 12 સાયન્સમાં વાંકાનેર ટોપટેનમાં બીજા સ્થાન સાથે કુલ પાંચ વિદ્યાર્થીઓને સ્થાન મળ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે 2020 માં ૧૨ સાયન્સની નીટની એક્ઝામ લેવાઈ નથી પરંતુ જુના વર્ષો ઉપર નજર કરીએ તો જ્ઞાનગંગા સ્કૂલનું નીટનું ખૂબ સારું અને ઊંચું પરિણામ આવે છે. અત્યાર સુધીમાં વાંકાનેરમાં એમબીબીએસમાં સૌથી વધુ જ્ઞાનગંગા સ્કૂલના વિદ્યાર્થીઓને એડમિશન મળેલ છે.

આમ વાંકાનેરમાં સાયન્સ હોય કે કોમર્સ કે પછી ધોરણ 10ની બોર્ડની એક્ઝામમાં જ્ઞાનગંગા સ્કૂલ ઝળહળતી સિદ્ધિ મેળવીને વાંકાનેરમાં નંબર વન સ્કૂલ પ્રસ્થાપિત થયેલ છે. જેથી જે વાલીઓને પોતાના સંતાનની ઉજ્જવળ કારકિર્દી ઘડવી છે તેવા વાલીઓ પોતાના સંતાનનું એડમિશન વાંકાનેરની નંબર વન જ્ઞાનગંગા સ્કૂલમાં કરાવે છે.

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે 11 સાયન્સ અને ૧૨ સાયન્સમાં વાંકાનેરમાં સૌથી ઓછી ફી જ્ઞાનગંગા સ્કૂલની છે અને સૌથી સારું શિક્ષણ જ્ઞાનગંગા સ્કૂલ આપે છે. એવું વાંકાનેરના વિદ્યાર્થીઓના વાલીઓનું માનવું છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/L5wLT47GpgzBNNKamflId1

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો