Placeholder canvas

વાંકાનેર: ભાટિયા સોસાયટીમાંથી અંગ્રેજી દારૂ સાથે બે પકડાયા

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ દ્વારા વિદેશી દારૂની બોટલો સાથે બે શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે.

ગત તા. 4 માર્ચના રોજ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન ભાટિયા સોસાયટીમાંથી આરોપીઓ સાહિલ અબ્દુલભાઇ હાલા (ઉ.વ. 20, ધંધો મજૂરી, રહે. ભાટિયા સોસાયટી, વાંકાનેર) તથા કિશન હસમુખભાઈ અગ્રવાલ (ઉ.વ. 21, રહે. હાલ ભાટિયા સોસાયટી, કુમાર શાળા પાસે, વાંકાનેર, મૂળ રહે. ત્રાપુડા, તા. ગોંડલ, જી. રાજકોટ) પાસેથી ગેરકાયદેસર પાસ, પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 6 નંગ બોટલો કી.રૂ. 1800નો મળી આવ્યો હતો. પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

આ સમાચારને શેર કરો