Placeholder canvas

વાંકાનેર તાલુકાનું ધોરણ 10નુ 65.18 ટકા પરિણામ: A1 ગ્રેડમાં 5 વિદ્યાર્થી

આજે ગુજરાત બોર્ડનું ધોરણ 10નુ પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. ગત શાલ કરતાં આ વખતે બોર્ડનું પરિણામ નબળું આવ્યું છે. ધોરણ-10નું પરિણામ બોર્ડે આજે વેબસાઇટ પર જાહેર કર્યું છે વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ પરથી પોતાનું પરિણામ જોઈ શકે છે અને ડાઉનલોડ કરી શકે છે વિદ્યાર્થીઓને આ પરિણામ ની માર્કશીટ હવે પછી આપવામાં આવશે બોર્ડે હજુ સુધી એ તારીખ જાહેર કરેલ નથી.

વાંકાનેર તાલુકામાં ધોરણ 10ની પરિક્ષાના કુલ ત્રણ કેન્દ્ર વાંકાનેર સિંધાવદર અને ચંદ્રપુર છે જેમાં વાંકાનેર કેન્દ્રનું 66 70% સિંધાવદર કેન્દ્રનું 66.32% ચંદ્રપુર કેન્દ્રનું 62.54 % આમ વાંકાનેર તાલુકાનું 65.18% ધોરણ-10નું પરિણામ આવેલ છે.

આજે ધોરણ 10નું બોર્ડનું પરિણામ જાહેર થયું જેમાં સમગ્ર મોરબી જિલ્લામાં કુલ 30 વિદ્યાર્થીઓ ને એ-વન ગ્રેડ મળેલ છે. જેમાંથી વાંકાનેર તાલુકામાં 5 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવેલ છે. મહત્વની વાત એ છે કે આ વિદ્યાર્થીઓમાંથી 4 વિદ્યાર્થીઓ જ્ઞાનગંગા સ્કૂલના છે અને એક વિદ્યાર્થી ગ્રામ્ય વિસ્તારની સીંધાવદરની SMP હાઇસ્કૂલનો છે.

વાંકાનેર ટોપ10માં કુલ 13 વિદ્યાર્થીઓને સ્થાન મળેલ છે,જેમાં ત્રીજા ક્રમે 2 વિદ્યાર્થીઓ અને ૧૦મા ક્રમે 3 વિધાર્થીઓ છે.જ્ઞાનગંગા સ્કૂલના ટોપટેનમાં 6 વિદ્યાર્થીઓ, મોર્ડન સ્કૂલના 4 વિદ્યાર્થીઓ, SMP હાઇસ્કૂલ સિંધાવદરનો 1વિદ્યાર્થી, સંસ્કૃતિ વિદ્યાલયનો 1 વિદ્યાર્થી અને એલ કે સંઘવી સ્કુલની 1 વિદ્યાર્થીનિને વાંકાનેર ટોપ-10માં સ્થાન મળેલ છે. મહત્વની વાત એ છે કે ગ્રામ્ય વિસ્તારની એસ એમ પી સ્કૂલે ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું છે.

વાંકાનેર ટોપ-10નું લિસ્ટ

આજના બોર્ડના ધોરણ-૧૦ના પરિણામમાં જવલંત સફળતા મેળવનાર અને પાસ થનાર તમામ વિદ્યાર્થીઓને કપ્તાન ગ્રુપ તરફથી ખુબ ખુબ અભિનંદન… Congratulation

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/B8TnXM4JtEGHSLX1iHG1Ew

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો