Placeholder canvas

વાંકાનેર: તોફિક અમરેલીયાની ‘આપ’નાં મોરબી જિલ્લા ઉપપ્રમુખ તરીકે નિમણુંક

મોરબી જિલ્લા આમ આમ આદમી પાર્ટીમાં હાલ સંગઠનનીં પુર જોશમાં કામગીરી ચાલુ છે, ત્યારે મોરબી જિલ્લામાં વાંકાનેરના તોફિક અમરેલીયાની જિલ્લા ઉપપ્રમુખ પદે નિમણુંક થતા વાંકાનેર આપ ના કાર્યકર્તાઓમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.

તોફિક અમરેલીયા 2014 થી આમ આદમી પાર્ટી ના વફાદાર કાર્યકર્તા છે. તથા 2017 માં તેઓ ને વાંકાનેર વિધાનસભાના કેમ્પેન મેનેજર બનાવ્યા હતા,તેઓ RTI એક્ટિવિસ્ટ છે અને વાંકાનેર માં અનઅધિકૃત બાંધકામો ,ગૌચર દબાણ અને ખેડૂતોના હિત માટે સતત લડતા રહયા છે. તેઓએ વાંકાનેર PGVCLની કચેરીઓમાં આરટીઆઇના માધ્યમથી સીટીઝન ચાર્ટર બોર્ડ લગાડાવ્યા હતા. જેથી ખેડૂતોને ક્યુ કામ કેટલા સમય માં થાય તે ખબર પડે. હાલ તેઓ આમ આદમી પાર્ટી વાંકાનેરની તાલુકા પંચાયત ,જિલ્લા પંચાયત અને નગતપાલિકાઓ ની સંગઠન અને ચૂંટણીનીં જવાબદારીઓ સોંપવામાં આવી છે અને વાંકાનેરના આમ આદમી પાર્ટી કાર્યકર્તા,મિત્ર વર્તુળ તથા જાગૃત નાગરિકો તોફિક અમરેલિયા ને તેમના મો : ૯૦૩૩૩ ૩૩૭૮૬ પાર કોલ કરી ને અભિનંદન પાઠવે છે.

તોફિક અમરેલીયા સાથે ટેલિફોનિક વાત કરતા તેઓએ જણાવેલ કે આમ આદમી પાર્ટી આગામી તાલુકા અને જિલ્લા અને નગરપાલિકાના સંગઠન માં વ્યસ્ત છે અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બીજા વિકલ્પ તરીકે ઉભરી આવશે અને યુવાનો ને ચૂંટણી લડવાની તક આપશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/DEu4hGaAFCkKgqPWw0goaT

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો