Placeholder canvas

વાંકાનેર: ખેડૂતે ખાતર લીધું એક થેલી અને બિલ બન્યું સાડત્રીસ થેલીનું!!

ડીએપી ખાતરની એક થેલીના રૂ.૧૨૦૦ ને બદલે ૩૭ બેગ ખાતરના રૂ.૨૭૫૪૭નો મેસેજ આવતા ભાંડો ફૂટ્યો

By Arjunsinh vala વાંકાનેર: ખેડૂતોને સબસીડાઈઝ ભાવે મળતા યુરિયા, એમોનિયા અને ડીએપી જેવા ખાતરની સબસીડી હજમ કરી ખાતરના કાળાબજાર કરવાના ચોંકાવનારા ષડયંત્રનો વાંકાનેરના જાગૃત ખેડૂતે પર્દાફાશ કર્યો છે.જો કે આ મામલે સહકારી મંડળીના મેનેજરે અન્ય ખેડૂતોની સુવિધા માટે એક ખેડૂતના નામે વધુ બિલ બનતાં હોવાનું કબુલ્યુ હતું.

આ ચોંકાવનારા પ્રકરણની વિગત જોઈએ તો વાંકાનેર તાલુકાના ગારીયા ગામના ખેડૂત સંજયભાઈ માવજીભાઈ માલકીયાએ વાંકાનેર તાલુકા કો- ઓપરેટિવ પ્રોસેસિંગ સોસાયટી લીમિટેડની દાણાંપીઠ ઓફિસ ખાતેથી તા.૨૮ જાન્યુઆરીના રોજ એક થેલી ડીએપી ખાતર લીધું હતું અને ખેડૂતે એક થેલી બેગના રૂપિયા ૧૨૦૦ ચૂકવ્યા હતા.

પરંતુ ખેડૂત સંજયભાઈ જ્યારે ઘરે પહોંચ્યા અને તેમના મોબાઈલ ઉપર સબસીડીનો મેસેજ આવ્યો એ જોઈ ખેડૂત અચંબામાં પડી ગયા હતા કારણ કે,તેમને એક જ થેલી ખાતર લીધું હોવા છતાં સબસીડી મેસેજમાં ૩૫ ખાતરની બેગ ખરીદ્યાનો ઉલ્લેખ કરાયો હતો.

આ ઘટના અંગે ખેડૂત સંજયભાઈ માલકીયાએ ખાતર વેચાણ કરતી સહકારી મંડળીના સંચાલક પાસે જઈને પૂછતાં ત્યાંથી ગોળગોળ જવાબો આપવામાં આવ્યા હતા અને ખેડૂતને જણાવ્યું કે તમારા મોબાઈલમાં મેસેજ ભલે આવ્યો પણ એનાથી તમને કોઈ તકલીફ પડશે નહિ !

બીજી તરફ આ બાબતે વાંકાનેર પ્રોસેસિંગ મંડળીના મેનેજરનો સમ્પર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે ખાતર વેચાણ માટે આધારકાર્ડ ફરજીયાત બનવાયું છે પરંતુ કેટલાક ખેડૂતોના અંગુઠા મેચ થતા ન હોય કે ફિંગર પ્રિન્ટ આવતી ન હોય જે ખેડૂતના અંગુઠા મેચ થાય તેમના નામે અન્ય ખેડૂતના બિલ બનાવવામાં આવે છે. જો કે સબસીડીનો મેસેજ મળવા છતાં ખેડૂતને આવી કોઈ સબસીડી મળતી નથી અને આ રકમ સીધી જે તે કંપનીને મળતી હોવાનું પણ મેનેજરે જણાવ્યું હતું.

પરંતુ સવાલ અહીંયા એ છે કે આ વાંકાનેર તાલુકા કો.ઓ.પ્રો.સો.લી. દ્વારા આવા કેટલાય ખેડૂતોના નામે બારોબાર ખાતર વેચાણ કરવામાં આવે છે અને જો આધારનંબર મુજબ અંગુઠાનું નિશાન ન આવે તો પીએસયુ મશીનમાં ઓટીપી આપવાનો પણ વિકલ્પ આપવા આવે છે તો શા માટે આ વિકલ્પ અપનાવાતો નથી તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે. ઉપરાંત દરેક ખેડૂતોને બિલ સ્થળ ઉપર તાત્કાલિક કેમ આપવામાં આવતા નથી?? આવા અનેક પ્રશ્નો ઉભા થયા છે

આ સંજોગોમાં જિલ્લા રજિસ્ટાર અધિકારી કે અન્ય સંબંધિત વિભાગ દ્વારા કોઈ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે કેમ તે સવાલ ઉઠ્યો છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Ke52vGZCCES8O1r4wj00gt

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો