Placeholder canvas

વાંકાનેર: આજે તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા આશા સન્માન સમારંભ યોજાયો

વાંકાનેર: આજે તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા આર સી એચ ઓ મોરબી ના અધ્યક્ષ સ્થાને આશા નો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો.

આજે વાંકાનેર તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા આર સી એચ ઓ મોરબીના અધ્યક્ષ સ્થાને રામજી મંદિરની વાડી ખાતે આશાનો સંન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો. જેમાં ગત વર્ષે દરમિયાન સારી કામગીરી કરનાર આશાઓને ઈનામ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં વાંકાનેર તાલુકાના તમામ આશા બહેનો તેમજ આશા ફેસીલેટર બહેનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આશાની અસરકારક કામગીરી કેવી રીતે કરવી તેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન તાલુકા હેલ્થ સુપરવાઇઝર માથકિયાભાઈએ કર્યુ હતુ.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/E8dgReCMZEvFSbLkqxZbHJ

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો