વાંકાનેર અને ટંકારા તાલુકામાં એકથી ત્રણ ઇંચ સુધી વરસાદ

વાંકાનેર: ગતરાત્રે ૧૧ વાગ્યે કયાંક કયાંક ધીમો ધીમો વરસાદ ચાલુ થયો હતો છે મોડીરાત્રે બારેક વાગ્યાની આસપાસ અમુક વિસ્તારમાં સારો એવો વરસાદ પડી ગયો. જ્યારે વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ લગભગ તમામ વિસ્તારોમાં સારો વરસાદ પડી ગયો છે.

જેમની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા તે વરસાદનું આખરે સારી માત્રામાં આજે વહેલી સવારે આગમન થયું છે. ગઈકાલે પણ અમુક વિસ્તારમાં સારો એવો વરસાદ પડી ગયો હતો. જે આજનો વહેલી સવારનો વરસાદ લગભગ વાંકાનેર અને ટંકારા તાલુકામાં મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડયો હોવાની માહિતી મળી રહી છે. વધતા ઓછા પ્રમાણમાં વરસાદ છે, એકથી ત્રણ ઇંચ વરસાદ પડયો હોવાની માહિતી મળેલ છે.

ગતરાત્રે અને આજે વહેલી સવારે પડેલો વરસાદ એક એકદમ શાંત પડ્યો, વધુ પવન નહીં ગાજવીજ નહી બસ ધીમીધારે અને ક્યારેક વધુ માત્રામાં સતત વરસાદ વરસાદ ગામ અને ખેતરોમાંથી પાણી બહાર નીકળી ગયા અને વોકળા ચાલુ થઈ ગયા સર્વત્ર પાણી પાણી થઇ ગયું છે. હજુ પણ આ લખાય છે ત્યારે સવારના સાડા આઠ વાગ્યે પણ વરસાદ ચાલુ હોવાના વાવડ મળી રહ્યા છે.

આ વરસાદથી ખેતીમાં દરેક પાકને નવું જીવતદાન મળી ગયું છે. હવે દરેક પાક વધશે અને ઝડપથી તેમાં હાલ ફૂલ આવવા લાગશે, જે પાક મુરજાય રહ્યા હતા તેને નવજીવન મળતાં ખેડૂતો પણ ખુશખુશાલ થઇ ગયા છે. એ જ તે પશુપાલકોની પણ ચિંતા દૂર થઈ ગઈ છે અને તેમના ચહેરા પર ખુશી દેખાઈ રહી છે.

વરસાદના વાવડ વહેતા કરો…!!!
જો આપને ત્યાં વરસાદ હોય તો તમારો મોબાઇલ આડો રાખી અને વરસાદ અને પાણી દેખાય તે રીતનો એક વીડિયો બનાવીને કપ્તાનમાં મોકલી આપો અને વરસાદ ક્યારે ચાલુ થયો? લગભગ કેટલો વરસાદ પડ્યો હશે? વરસાદ શાંત છે કે પવન અને ગાજવીજ સાથે છે? વિગેરે માહિતી કપ્તાનના વોટ્સએપ નંબર 98799 30003 પર સમયસર મોકલી આપશો.

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

વોટ્સએપ:-
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/D6UaRbZuUwsF3CmCOiUN8w

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

આ સમાચારને શેર કરો
  • 237
  •  
  •  
  •  
  •  
  •  
    237
    Shares